કરુણાંતિકા:રાધનપુર નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે પિતરાઈ ભાઈઓના મોત, એક ડૂબવા લાગતા બીજો બચાવવા ગયો હતો

પાટણએક મહિનો પહેલા
  • ચલવાળા ગામના ઠાકોર સમાજના બન્ને આશાસ્પદ પુત્રોના મોતથી કુટુંબમાં શોક

રાધનપુરની અરજણસર નર્સરીમાં મજૂરી કામે ગયેલ ચલવાળાં ગામના પિતરાઈ ભાઈઓ કેનાલમાં પાણી ભરવા. જતા એક ભાઈ કેનાલમાં પડતા બીજો ભાઈ બચાવવા કૂદ્યો હતો. બન્ને ડૂબતાં બંનેના કરૂણ મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

રાધનપુરની અરજણસર નર્સરીમાં મજૂરી કામે ગયેલ ચલવાળાં ગામના કિરણભાઈ ભગાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 20 સંજયભાઈ વીરચંદભાઈ ઉંમર 18 સુલતાનપુરા થી કોડની નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયા હતા.જે દરમિયાન પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ ગયેલ પિતરાઈને બચાવવા જતા બીજો પિતરાઈ ડૂબી જવાથી બંને ભાઈઓના મોત થવા પામ્યા હતા.ઘટનાના પગલે કેનાલ ઉપર મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થઈ હતી. બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી રાધનપુર રેફરલ હોસ્પિટલ.પી.એમ અર્થે લાવવામાં આવ્યા હતા. બંન્ને આશાસ્પદ પુત્રોના મોતને લઈ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.તો ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. પોલિસે ઘટના સ્થળે પહોંચી આગળની કાયૅવાહી હાથધરી હતી.

મૃતકના નામ
કિરણભાઈ ભગાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 20
સંજયભાઈ વીરચંદભાઈ ઉંમર વષૅ 18

અન્ય સમાચારો પણ છે...