નિરીક્ષણ:સંભવિત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાધનપુરના ધારાસભ્યે વારાહી સીએચસીની મુલાકાત લીધી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાંમાં કોરોના ની સંભવિત લહેર ને લઈ રાધનપુર ના ધારા સભ્ય અને જિલ્લા પંચાયતના ના પ્રમુખ વારાહી સી એચ સી સેન્ટર ની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. પાટણ જિલ્લામાં સંભવિત કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતી મકવાણા,રાધનપુર વિધાનસભા નાં ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાબુભાઈ રાણાએ પાટણ જિલ્લા નાં વારાહી CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર) ની મુલાકાત લીધી હતી.

વારાહી સીએચસીની મુલાકાત દરમિયાન હોસ્પિટલના અધિકારીઓ સ્ટાફ સાથે આગામી સમયમાં કોરોના જેવી મહામારી અણધારી આવે તે સમયે પરિસ્થિતિને પહોંચી વળવા ક્યા પ્રકારની સુવિધા તથા ક્યાં પ્રકારનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...