પ્રતિક ઉપવાસ:ભારત માલા પ્રોજેક્ટને લઈને ખેડૂતોને પડતી હાલાકી દુર કરવા માટે રાધનપુરના ધારાસભ્ય દ્વારા પ્રતિક ઉપવાસ કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંતલપુરના વરણોસરી ગામની રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો
  • ધારાસભ્યના પ્રતિક ઉપવાસના નિર્ણયનો વરણોસરી ગ્રામજનો સહિત આગેવાનોનું સમર્થન

સાંતલપુર તાલુકાના વરણોસરી ગામની બુધવારના રોજ રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પડતી હાલાકી બાબતે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

ધારાસભ્ય રઘુ દેસાઈ સાથે વરણોસરી ગામના લોકોના સંવાદ બાદ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ભોગવવી પડતી હાલાકી પ્રશ્ને નિરાકરણ લાવવા આગામી તારીખ 25/10/2021 ના રોજ રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા મામતદાર કચેરી વારાહી ખાતે ખેડૂતોના હિતમાં પ્રતિક ઉપવાસ પર ઉતરવા માટેની જાહેરાત કરી હતી. ખેડૂત હિત રક્ષક સમિતિ સાથે બેસીને પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગ્રામજનોની આ સંવાદ બેઠકમાં મહેબૂબખાન મલેક, અણદુભા જાડેજા, કરસનજી જાડેજા, ભરતસિંહ જાડેજા, હમીરજી ઠાકોર, ધર્મપાલસિંહ સોઢા, ધિરાજી ઠાકોર તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય રઘુ દેસાઈનાં પ્રતિક ઉપવાસને સમર્થન આપવાનો હુકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...