તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપો:રાધનપુર શહેર ભાજપ પ્રમુખે મિલકત હક્ક રક્ષણ માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા અને બહેન બનેવી દ્વારા કરાયેલા આક્ષેપોથી ચકચાર

રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર સામે તેમના માતા અને બહેન બનેવી દ્વારા માતાને તરછોડી દીધા હોવાનું આક્ષેપ કરાતા ચકચાર મચી હતી ત્યારે આ મામલામાં કલ્પેશભાઈ ઠક્કર દ્વારા તેમની મિલકતોનાં અને હક્કોના રક્ષણ માટે રાધનપુર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરાયો છે.

શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કરે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે 2020માં તેમના પિતાને કોરોના થતાં અમદાવાદ ખાતે જાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા ત્યારે એક દિવસ ઘરે આવવાનું થયું તે દરમિયાન ખોટી રીતે એમના પિતાની અસ્વસ્થ હાલતમાં સહીઓ લઇને શંકાસ્પદ વિલ બનાવી દેવાયું છે. તેમના પિતાનું હોસ્પિટલમાં જ અવસાન થયું હતું .આ પછી તેમના માતા તેમની સાથે જ રહેતા હતા પરંતુ પાછળથી બહેન બનેવી સિધ્ધપુર લઈ ગયા હતા. માતાને તરછોડી નથી.તેમણે આક્ષેપ કર્યો છે તેમની માતાને ભોળવીને મિલકત હડપ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ત્યારે તેમણે નાછૂટકે રાધનપુર સિવિલ કોર્ટમાં હકના રક્ષણ માટે દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...