કાર્યવાહી:રાધનપુર-ભાભર ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર પકડાઈ,ચાલક ફરાર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને કાર મળી 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત

રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસેથી પોલીસે રેડ કરી પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરેલી સ્વીફટ ગાડી પકડી લીધી હતી. ચાલક ગાડી મુકીને નાસી ગયો હતો. રાધનપુર-ભાભર ત્રણ રસ્તા પાસે પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી ગાડી પસાર થવાની છે તેવી બાતમી આધારે રેડ કરી સિલ્વર કલરની સ્વીફટ ગાડીમાંથી રૂ.26696ની 376 પરપ્રાંતીય દારૂની બોટલો પકડી પાડી હતી પરંતુ ચાલક ગાડી મુકીને નાસી ગયો હતો.

પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ.2,26,696નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે રાધનપુર પોલીસ મથકે સિલ્વર કલરની સ્વીફટ ગાડી (જીજે 24 એ 7656) ના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...