વારાહી મામલતદાર કચેરી ખાતે જાતિ આવક અને ક્રિમિનલના દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. દાખલા કઢાવવા માટે સવારથી જ લાઈનો લાગી જાય છે. મામલતદાર કચેરી ખાતે જાતિ અને ક્રિમિનલના દાખલા કઢાવવા માટે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડતા હોય છે.
સાંતલપુર તાલુકાના પીપરાળા, જાખોત્રા, મઢુત્રા, એવાલ, ગરામડી સહિત ગામના લોકોને વારાહી દાખલા કઢાવવા માટે 40 થી 50 કિલોમીટરનું અંતર થતું હોય છે, પણ ઓફિસોમાં અલગ અલગ ડોક્યુમેન્ટ માંગતા અરજદારોને ભારે હાલાકી પડતી હોય છે. જ્યારે આજુબાજુ ગામમાંથી આવતા લોકોને મામલતદાર કચેરી ખાતે ફોટો પડાવી તાલુકા પંચાયત કચેરી ખાતે જવું પડતું હોય છે. આ બધીજ વ્યવસ્થા એકજ સ્થળે કરવામાં આવે ઉપરાંત વારાહી અને સાતલપુર બંને સ્થળોએ વ્યવસ્થા ગોઠવવા માગણી કરાઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.