તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્નોતરી:જરૂરી બેડ, ઓક્સિજન, ઇન્જેકશન અંગેના પ્રશ્નોના જવાબ એકપણ સેન્ટરમાં ન મળ્યા

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવ્ય ભાસ્કરે આ પાંચ પ્રશ્નો હેલ્પ સેન્ટરમાં પૂછ્યા હતા અને જાણો તેમના જવાબ

તેજશ રાવળ: જિલ્લામાં કોરોનાના કારણે ગંભીર સ્થિતિ સર્જાતા કલેકટર દ્વારા જિલ્લા પંચાયત અને 8 તાલુકામાં મળી 9 હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં દિવ્ય ભાસ્કર દ્વારા વ્યવસ્થા નો રિયાલિટી ચેક કરવા બધા સેન્ટરો પર પાંચ સવાલો પૂછવામાં આવ્યા હતા.જેમાં ફક્ત બે સેન્ટરોને બાદ કરતા તમામ સેન્ટરો પર એકપણ વ્યક્તિ પોતે વિસ્તારની સુવિધા કે સ્થિતિ અંગે માહિતગાર નહતો તેવી હકીકત બહાર આવી હતી.

ભાસ્કર રિયાલિટી ચેક રસીનો બીજો ડોઝ લેવા અંગે એક સેન્ટરે 10 ,બીજાએ 15,ત્રીજાએ 30 અને ચોથાએ 45 દિવસ કહ્યા, ઓક્સિજન બેડ કે ઇન્જેક્શન મેળવવા જાણકારી જ નહીં
પ્રશ્ન - 1 - જિલ્લામાં બેડ ક્યાં ખાલી છે.?
પ્રશ્ન - 2 - જિલ્લામાં ઓક્સિજન ક્યાંય મળશે ?
પ્રશ્ન - 3 -રેમડેસિવિરઃ ઇન્જેક્શન ક્યાંથી લેવાનું ?
પ્રશ્ન - 4 - રસીનો બીજો ડોઝ ક્યારે લેવો જોઈએ,હાલમાં કઈ રસી મળે છે.?
પ્રશ્ન - 5 - કોરોનાના લક્ષણો અંગે સારવાર અને માર્ગદર્શન મળશે ?
ક્યાં સેન્ટરમાંથી શું જવાબ મળ્યા : ક્લાર્ક અને ઓપરેટર હેલ્પ સેન્ટરો પર બેસતા તેમને જ સારવાર અને રસી અંગેની પૂરતી માહિતી ખબર ન હતી.

1- પાટણ જિલ્લા પંચાયત : 02766 - 234 295 : જનરલ શાખાના ક્લાર્ક પી.વી.ઠાકોરે ફોન ઉપાડ્યો હતો. જવાબ - અહીંયા ફક્ત તમને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો જ નોંધવામાં આવશે અને જે તે તાલુકા હેલ્થ ઓફિસને જાણ કરીશું.બીજી કોઈ માહિતી અમને ખબર નથી. 2 - પાટણ - 02766 - 221220 - કોઈ માણસ નિમણુંક ન કરેલ હોઈ ત્યાંના હાજર એક આરોગ્ય કર્મીએ ફોન ઉપાડ્યો હતો. જવાબ : બેડ ,ઓક્સિજન કે ઇન્જેક્શન તેમજ ક્યાં વ્યવસ્થા કે સારવાર મળશે તે અંગે કોઈ જાણકારી ન હતી. તેમને રસી અંગેની માહિતી આપી બીજી બધી માહિતી આરોગ્ય શાખા માંથી લેવા કહ્યું હતું. 3 - સિદ્ધપુર - 02767 -223238 : ઝલકબેન નામના કર્મીએ ફોન ઉપાડ્યો હતો. જવાબ -જેમને બધી માહિતી માટે સિવિલ હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.ફક્ત રસી માટે બે સ્થળોના નામ આપ્યા હતા. 4 - સરસ્વતી - 02766 -297197 : ટી.એચ.ઓ ક્લાર્ક નિધિબેને ફોન ઉપાડ્યો હતો. જવાબ - સરિયદમાં ઓક્સિજન બેડ છે.પરંતુ ખાલી નથી કેટલા છે તેના વિષે માહિતી ન હતી.કાંસામાં રસી ચાલુ છે તે બાબતે ખબર ન હોઈબીજો ડોઝ માટે પહેલા 15 દિવસ કહ્યા બાજુમાં બેઠેલા કોઈ કર્મીએ કહ્યું 15 નહિ 45 દિવસ પછી લેવાનું કહ્યું. 5 -ચાણસ્મા - 02734 - 222281 : વિપુલભાઈએ ફોન ઉપાડ્યો હતો. જવાબ : તાલુકામાં બેડ અંગેની થોડી માહિતી આપી હતી.રસી વિષે માહિતી આપી હતી. 6 -હારિજ - 02733 - 285381 : નંબર જ બંધ આવ્યો હતો. 7-સમી - 02733 - 244962 : ભરતભાઈ નાડોદાએ ફોન ઉપાડ્યો હતો. પ્રાથમિક સારવાર અંગે અને રસી અંગે પૂરતી માહિતી આપી હતી.તાલુકામાં ઓક્સિજન - વેન્ટિલેટર એકપણ બેડ ન હોવાનું જણાવ્યું હતું. 8-રાધનપુર - 02746 - 277204 ; બે વાર ફોન કર્યા ,યોગ્ય અવાજ ન આવતા વાત થઇ શકતી ન હતી. 9-સાંતલપુર - 02738 - 224040 : પહેલા ઓપરેટરે ફોન ઉપાડ્યો.કહ્યું સાહેબ હાજર નહીં, જવાબ -હાલમાં 18 થી 45 વર્ષના લોકોને રસી અપાય છે.થોડીવાર બાદ નિકુળ વ્યાસે વાત કરી.બીજો ડોઝ લેવા 45 દિવસ કહ્યા ,સાંતલપુર અને વારાહી સીએચસીમાં બેડ ફૂલ , વેઈટીંગ હોવાનું કહ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો