તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓને ધક્કા:RTEની વેબસાઈટમાં ટેક્નિકલ ખામીને લઈ બે દિવસથી બંધ રહેતા ફોર્મ ભરવા વાલીઓને ધક્કા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરટીઇ ના ફોર્મ ભરવા માટે વાલીઓ વહેલી સવારથી સાયબરકાફેમાં આવીને બેસી ગયા હતા. - Divya Bhaskar
આરટીઇ ના ફોર્મ ભરવા માટે વાલીઓ વહેલી સવારથી સાયબરકાફેમાં આવીને બેસી ગયા હતા.
  • RTE અંતર્ગત ખાનગી શાળામાં મફતમાં પ્રવેશ અપાવવા વાલીઓ ફોર્મ ભરવા દોડધામ

પાટણમાં આર.ટી.ઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં બાળકોને ફ્રી માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી છે.પરંતુ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતા જ ગણતરીની મિનિટો બાદ બંધ થયેલ વેબસાઈટ શનિવાર સાંજ સુધી ટેક્નિકલ કારણોને લઈ બંધ રહેતા ફોર્મ ન ભરાઈ શકતા વાલીઓ સાઈબર કાફેમાં ધક્કા ખાઇ રહ્યા છે.તો શનિવારે વહેલી સવારથી જ સાયબર કાફે આગળ વાલીઓ ડોક્યુમેન્ટ સાથે લઈ ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખુલવાની કલાકો સુધી રાહ જોઈ બેસી રહ્યા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આર.ટી.ઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને ફ્રીમાં શિક્ષણ માટે પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવાની 25 જૂનથી 10 જુલાઈ સુધી સમયમર્યાદા આપી છે ત્યારે પાટણ શહેરમાં શુક્રવારે સવારે અડધો કલાક આસપાસ વેબસાઇટ ખુલ્લી રહેતા કેટલાક વાલીઓના ફોર્મ ભરાયા હતા. શનિવારે પણ વહેલી સવારથી જ વેબસાઈટ બંધ જોવા મળી હતી ત્યારે સાયબર કાફેમાં પોતાના બાળકોના ફોર્મ ભરવા આવતા વાલીઓ ડોક્યુમેન્ટ સાથે વેબ સાઈટ ખોલવાની રાહ જોઈને બેસી રહ્યા હતા.

તો કેટલાક વાલીઓ સમય અંતરે વેબસાઇટ ખુલી કે કેમ તે તપાસ માટે સાઈબર કાફે પર દિવસમાં અનેકવાર ધક્કા ખાઇ રહ્યા છે. સત્વરે વેબસાઇટ શરૂ થાય અને બે દિવસ ફોર્મ ભરવાના પડ્યા હોય વાલીઓની મુશ્કેલીને ધ્યાને લઇ ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

ફોર્મ ભરવા માટે 10 ધક્કા ખાધા છે
મોદી જયમીનભાઈ જણાવ્યું હતું કે હું દુકાનમાં નોકરી કરું છું શેઠને બાળકના ફોર્મ ભરવા માટે કહીંને બે કલાકથી આવ્યો છું પરંતુ ફોર્મ ભરાતા વેબસાઇટ ખોલવાની રાહ જોઈને બેઠો છું. શેઠના ફોન આવી રહ્યા છે એક બાજુ બાળકની ચિંતા અને એક બાજુ નોકરીની ચિંતા હોય મુશ્કેલીમાં મુકાયો છું. ગતરોજ પણ હું દિવસ પર 10 થી વધારે વાર ફોર્મ ભરવા માટે સાયબર કાફેમાં ધક્કા ખાઇને ગયો છું.

અન્ય સમાચારો પણ છે...