તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:મેરવાડામાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર પૂજારીને એક વર્ષ કેદ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આઠ વર્ષ અગાઉ બનેલી ઘટનામાં ચાણસ્મા જ્યુડિશિયલ કોર્ટનો ચુકાદો
  • મહિલા 15 ડિસેમ્બર 2012ની સાંજે ગામના મહાકાળી મંદિરે દીવો કરવા ગયાં હતાં

ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામમાં આઠ વર્ષ અગાઉ મંદિરમાં દર્શનાર્થે ગયેલા મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર પૂજારીને દોષિત ઠરાવીને ચાણસ્મા કોર્ટે એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 5,000 દંડ, ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવા હુકમ કરાયો હતો.મેરવાડા ગામના એક મહિલા 15 ડિસેમ્બર 2012ના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તેઓ મંદિરમાં જઈ દીવામાં ઘી પુરી રહ્યા હતા ત્યારે મંદિરના પૂજારી ગોસાઈ રાજુવન ગોવિંદવન ત્યાં અચાનક આવી ચડ્યા હતા અને મંદિરની અંદર જઈ મહિલાને નીચે પટકી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઠપકો આપતાં હવે પછી મંદિરમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ઘટનાનો કેસ ચાણસ્મા જ્યુડિશીયલ કોર્ટના મેજિસ્ટ્રેટ અર્જુનસિંહ સમક્ષ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ આશુતોષ ગોસ્વામીની દલીલો સાંભળ્યા બાદ આરોપીને ઈપીકો કલમ 354 મુજબ દોષીત ઠરાવીને સજા ફરમાવી હતી. જેમાં એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 5,000 દંડ, ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવા હુકમ કરાયો હતો.

મહિલા મંદિરે ઘીનો દિવો પુરવા ગયાં હતાં
ભોગ બનનાર મહિલા ગામના મહાકાળી માતાના મંદિરે ઘીનો દિવો પુરી રહ્યાં હતાં ત્યારે ત્યાં આવી ચઢેલા પૂજારીએ એકલતાનો લાભ લઈ આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...