આયોજન:પાટણ નગરદેવી કાલિકા માતાના મંદિરે બે વર્ષ પછી આજે રાત્રે જાહેર કાલિપૂજા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ નગરદેવી કાલિકા માતાજીને ભવ્ય શૃંગાર કરાયો - Divya Bhaskar
પાટણ નગરદેવી કાલિકા માતાજીને ભવ્ય શૃંગાર કરાયો
  • ક અક્ષરથી શરૂ થતાં માતાજીના 1008 નામોના ઉચ્ચાર સાથે ચોખા, ફુલ કે બિલિપત્ર ધરાવાશે

પાટણના નગરદેવી કાલિકા માતાજીના મંદિરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાળી ચૌદશના રોજ સામૂહિક કાલીપૂજાનું જાહેર આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ સાલે સરકારી માર્ગદર્શન મુજબ 3 નવેમ્બરને બુધવારે રાત્રે 8થી 11 કલાક સુધી કાલીપૂજા યોજાશે.જેમાં કોઈપણ શ્રદ્ધાળુ જોડાઈ શકે છે. વિધિવિધાન મુજબ થતી આ પૂજામાં ક અક્ષરથી શરૂ થતાં માતાજીના 1008 નામોના ઉચ્ચાર સાથે માતાજીને ચોખા, ફુલ અથવા બિલિપત્ર ધરાવાય છે.

પૂજામાં સામેલ થનાર ભાવિકોએ તેમના ઘર મંદિરમાં પૂજનમાં રખાતી માતાજીની મૂર્તિ કે ફોટો તથા ચોખા અથવા ફુલ પોતાની સાથે લાવવાના રહેશે. પૂજા માટે જરૂરી બાજોઠની તેમજ સામૂહિક આરતીની વ્યવસ્થા મંદિર તરફથી કરી છે. વધુમાં કાળી ચૌદશના રોજ માતાજીના ભવ્યાતિભવ્ય શૃંગારિક દર્શનનો લાભ રાત્રિના 11 વાગ્યા સુધી લઇ શકાશે. કારતક સુદ ચોથ 8 નવેમ્બરને સોમવારના રોજ માતાજીનો અન્નકુટ ભરાશે તેના દર્શનનો લાભ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી લઇ શકાશે.

છેલ્લા કેટલાક સૈકાઓથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે લાભપાંચમના રોજ માતાજીના કિલ્લા ઉપર સળગતી સગડી ખપ્પરના દર્શન થાય છે તે પણ 9 નવેમ્બરને મંગળવારને રોજ સાંજે 6:30 કલાકે દર્શન થશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી અને તે પછી માતાજીના ચોકમાં રાસ ગરબાની રમઝટ જામશે તેમ અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...