પાટણ શહેરમાં જુના બસ સ્ટેશનની જગ્યાએ નવું આધુનિક બસ સ્ટેશન લાંબા સમયથી બની રહ્યું હોય તેના લીધે બહારથી આવતી એસટી બસો પાટણ સિટીમાં લાવવામાં આવતી ન હોવાથી મુસાફરો તેમજ દવાખાને આવતા દર્દીઓને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેને ધ્યાને લઈને રાધનપુર કચ્છ તરફથી આવતી એસટી બસોને પાટણ શહેરના બગવાડા દરવાજા સુધી લાવવામાં આવે તેવી વ્યાપક લોગ માંગ પ્રવર્તી રહી છે.
શહેરમાં રહેતા નિવૃત્ત શિક્ષક અને સામાજિક કાર્યકર ખેમચંદભાઈ પ્રજાપતિ ના જણાવ્યા મુજબ રાધનપુર અને કચ્છ વિસ્તારમાંથી ઘણા લોકો રોજ રોજ સારવાર મેળવવા પાટણ ખાતે આવતા જતા હોય છે પરંતુ એસટી બસો ઘણા સમયથી શહેરની અંદર લાવવામાં આવતી ન હોવાના કારણે હેરાન થવું પડે છે તેમજ હાઇવે પરના હંગામી બસ સ્ટેશન ઉપરથી શહેરમાં આવવા માટે મોંઘા રિક્ષા ભાડાના ખર્ચ કરવા પડે છે .ઉપરોક્ત રૂટની રાધનપુર વાગડ તરફની એસટી બસો રાધનપુર પાટણ અંજાર ઊંઝા રાપર ઊંઝા સિધ્ધપુર ભુજ માંડવી મુન્દ્રા પાટણ ભચાઉ પાટણ સિધ્ધપુર માતાનો મઢ પાટણ આડેસર પાટણ રાપર શહીદની બસો પાટણ શહેરમાંથી લઈ જવા તંત્ર દ્વારા સૂચના આપવી જોઈએ જેથી દવાખાને આવતા દર્દીઓને તેમજ વૃદ્ધ મુસાફરોને હાલાકી ભોગવી ન પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.