માંગ:આનંદ સરોવર બહાર જાહેર હરાજી કરી વેપાર માટે જગ્યા આપવા માંગ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ નગરપાલિકા દ્વારા ફાળવાતા સ્ટોલ સામે સવાલ ઉઠાવ્યા
  • ​​​​​​​ઠરાવનું પાલન કરવા નગરસેવક ભરત ભાટીયાએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી

પાટણ પાલિકાની આનંદ સરોવર બહારની જગ્યાઓ ભાડે આપવા મામલે કોંગ્રેસના સભ્ય દ્વારા હંગામી જગ્યાઓ બારોબાર આપવાના બદલે સભામાં થયેલ ઠરાવ અનુસાર હરાજી કરીને જ હંગામી જગ્યાઓ ફાળવવામાં આવે તેવી પાલિકા પ્રમુખને રજૂઆત કરાઈ છે. પાટણ નગરપાલિકાની આનંદ સરોવર બહાર આવેલ જગ્યા ઉપર વર્ષ દરમિયાન લોકોને ધંધા વ્યાપાર માટે હંગામી ધોરણે જગ્યા ફાળવવામાં આવતા તેમાં પૈસાની લેતી દેતી થતી હોઈ ભષ્ટાચાર આચરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ત્યારે પાલિકાના કોંગ્રેસના સભ્ય ભરત ભાટીયા દ્વારા નગરપાલિકાની જગ્યાઓ કોઈપણ વ્યક્તિને ધંધાર્થે આપતા પહેલા જાહેર હરાજી કરવામાં આવે તેવો સભામાં ઠરાવ થયેલ હોઈ ઠરાવનું પાલન કરી જગ્યાઓ હરાજી કરીને ફાળવવામાં આવે તેવી પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલને ગુરુવારે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે ફટાકડા બજાર માટે ઓછી રકમમાં જગ્યાઓ ફાળવાતાં પાલિકાને આર્થિક નુકસાન થયું છે. હવે ફરી શિયાળાની ઋતુમાં ગરમ કપડા માટે સ્ટોર બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવનાર છે. ત્યારે આ જગ્યાઓ જાહેર હરાજી કરીને જ ફાળવવામાં આવે જેથી કોઇ ગેરરીતિ ન થાય એવી પાલિકા પ્રમુખ સમક્ષ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...