તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનીટ્રેપ કેસ:પાટણનાં મહિલા PIની ધરપકડ થતાં PSIને ચાર્જ સોંપાયો, ગીતા પઠાણની ધરપકડથી પોલીસ બેડામાં ચર્ચા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વડી કચેરીથી જિલ્લા અધિક્ષક સુધી પરિપત્ર ન આ‌વ્યો હોવાનું રટણ

પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીતા પઠાણ હની ટ્રેપ મામલામાં પકડાઈ જતા પાટણ પોલીસ બેડામાં સનસનાટી મચી જવા પામી છે. ત્યારે પાટણ તાલુકા પોલીસ કચેરીનો સ્ટાફ પણ અવાચક બની ગયો છે તેમના સાહેબ આવા નીકળશે તેવી કલ્પના પણ ન હતી. જેને લઇ કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા છે જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી હોવાથી આ બાબતમાં ઝાઝી જાણકારી સ્થાનિક સ્ટાફ પાસે નથી.

સંડોવણી બહાર આવતા સ્ટાફ ચોંકી ઉઠ્યો
પાટણ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગીતા પઠાણ ગત 26 જાન્યુઆરીના રોજ પાટણ સાથે બદલી થઈ આવતા હાજર થયા હતા અને મહિલા અધિકારી હોવાથી તેમની સાથે સ્ટાફ અને સ્ટાફ સાથે તેમનો વર્તન વ્યવહાર શાલીનતા મુજબનો રહેતો હતો તેઓ પાટણ ખાતે પદમનાથ ચોકડી પાસે સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. કચેરીના કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ પાટણમાં નવા હતા અને પાટણના સ્ટાફ માટે તેઓ નવા હતા એટલે વધારે કોઈ સંપર્ક કે સંબંધ કોની સાથે ન હતા. છેલ્લે તેઓ રજા ઉપર ગયા આ પછી તેમની ધરપકડ થતા હની ટ્રેપમાં તેમની સંડોવણી બહાર આવતા સ્ટાફ ચોકી ઉઠ્યો હતો.

કેટલાક અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે તેમની સામે આક્ષેપ પછી પાટણ ખાતે બદલી કરાઈ હોવાથી નવા વિસ્તારમાં તેમને કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી નથી. અથવા તો તેઓ અહીં એલર્ટ રહ્યા હોય તેવું માની શકાય છે. જોકે આ સંબંધે જિલ્લા પોલીસ અધિક્ષક સુધી કોઈ પરિપત્ર વડી કચેરી દ્વારા પહોંચ્યો નથી. હાલમાં તાલુકા પીઆઇનો ચાર્જ પીએસઆઇ કે.બી દેસાઈ પાસે હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.

મળતી વિગતો પ્રમાણે પાટણનાં મહિલા પીઆઈ ગીતા પઠાણની ક્રાઈમ બ્રાંચે હનિટ્રેપમાં સંડોસણી બહાર આવતાં ગુરૂવારે ધરપકડ કરી હતી. ગીતા પઠાણ દવાખાનાનું બહાનુ કાઢી વાયરલેસ મેસેજ કરી રજા પર ઉતરી ગયાં હતાં. ગુરૂવારે તેમની અટકાયતના સમાચાર પ્રસરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જો કે તેમના બાબતે કોઈ પોલીસ કર્મચારી કંઈપણ કહવા હાલ પુરતા તૈયાર નથી. તેમની ધરપકડ બાદ ઉપરથી ઓર્ડર આ‌વ્યે પાટણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આ‌વશે તેમ જણાવાઈ રહ્યું છે. હાલ તો આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લામાં હનિટ્રેપના કેસમાં ગીતા પઠાણ સખત કાર્યવાહી કરશે તેવી લોકોમાં આશા હતી ત્યારે તે જ આ કેસમાં ફસાતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...