તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કોંગ્રેસના બે ફોર્મ રદ્દ કરવાનો વાંધો પ્રાંતે ફગાવ્યો, ચૂંટણી લડવાને બદલે ફોર્મ રદ્દ કરાવવાનો કારસો

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપની ચાલ નાકામયાબ રહેતાં કોંગ્રેસની આતશબાજી - Divya Bhaskar
ભાજપની ચાલ નાકામયાબ રહેતાં કોંગ્રેસની આતશબાજી
 • ભાજપના બે ઉમેદવારોનો કોંગ્રેસના બે ઉમેદવારોનાં ફોર્મ રદ્ કરવા વાંધો
 • વોર્ડ 11 માં કોંગ્રેસના આશાબેન દેસાઈ તેમના મૂળ ગામમાં અને પાટણ શહેરમાં એમ બે સ્થળે મતદાર યાદીમાં નામ ચાલતું હોવાનો ભાજપના ઉમેદવાર જયેશ પટેલે વાંધો રજૂ કર્યો
 • વોર્ડ નં 9માં કોંગ્રેસના જયેશ પટેલ ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર હીનાબેન શાહ દ્વારા પાલિકામાં તેમનું દેવું બાકી હોવાનો વાંધો રજૂ કરાયો હતો

પાટણ પાલિકાની કુલ 44 બેઠકો માટે ભરાયેલ 182 ફોર્મની પ્રાંત કચેરી ખાતે ચકાસણી કરવાંમાં આવી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા મેન્ડેટ મળવાની આશાએ પક્ષમાં ફોર્મ ભર્યા હતા. પરંતુ પક્ષે મેન્ડેટ ન મળવાના કારણે 17 સભ્યોના ફોર્મ રદ થયા હતા. તેમજ બે ઉમેદવારોના મેન્ડેડમાં નામની ભૂલને લઇ 5 ડમીના અને 3 ઉમેદવારના બે ફોર્મ હોઈ એક ફોર્મ રદ થતા કુલ મળી 27 ફોર્મ રદ થયા હતા. ચકાસણી દરમ્યાન ભાજપ દ્વારા કોંગ્રેસના બે સભ્યો સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય પુરાવા રજૂ ન થતા બન્ને વાંધાઓ અમાન્ય રાખી તેમના ફોર્મ મંજુર રખાયા હતા.

વોર્ડ નંબર 9માં ભાજપના પૂર્વ પાલિકા ઉપપ્રમુખને મેન્ડેડ ન મળવાના કારણે ફોર્મ રદ થતા શહેર પ્રમુખે તેમનો કલર કર્યો હોવાના આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી હતી.પાટણ પ્રાંત કચેરી ખાતે સોમવારે વોર્ડ વાઈઝ ફોર્મ ભરેલા ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણીની પ્રકિયા શરૂ કરવામાં આવી હતી. અને કોઈ ઉમેદવારને વાંધો કે રજુઆત હોય તો કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન ભાજપના સભ્યો દ્વારા બે કોંગ્રેસના હરીફ ઉમેદવારો સામે વાંધા અરજી આપવામાં આવી હતી.

જેમાં વોર્ડ નં 9માં કોંગ્રેસના જયેશ પટેલ ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર હીનાબેન શાહ દ્વારા પાલિકામાં તેમનું દેવું બાકી હોવાનો વાંધો રજૂ કરવામાં આવતા પ્રાંત અધિકારી દ્વારા પુરાવા માંગતા લેખિતમાં કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પાલિકામાં કોઈપણ પ્રકારનું દેવું બાકી ન હોવાનો ચીફ ઓફિસરનો દાખલો ફોર્મમાં રજૂ કરેલ હોઈ ભાજપનો વાંધો અમાન્ય કરી ફોર્મ મંજુર કર્યું હતું.

વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના આશાબેન દેસાઈ તેમના મૂળ ગામમાં અને પાટણ શહેરમાં એમ બે સ્થળો તેમનું મતદાર યાદીમાં નામ ચાલતું હોવાનો ભાજપના ઉમેદવાર જયેશ પટેલ દ્વારા વાંધો રજૂ કરતા આશાબેન દ્વારા 15 દિવસ અગાઉ જ તેમને ગામમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે અરજી આપેલ હોવાના પુરાવા રજૂ કરતા વાંધો અમાન્ય રાખી ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. આમ પાટણમાં ભાજપના સભ્યો દ્વારા આપવામાં આવેલા બન્ને વાંધાઓમાં તથ્ય ન હોઈ ન મંજુર થતા ભાજપ સામે કોંગ્રેસના સભ્યોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી હતી.

ભાજપમાં પૂર્વ ઉપ્રમુખની પતું કાપી મહિલાને મેન્ડેટ આપ્યો
ભાજપમાં વોર્ડ નંબર 9 માં સંગીતાબેન પટ્ટણીને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ સમાજ દ્વારા પુરુષ ઉમેદવારની માંગ કરી વિરોધ નોંધાવતા ઉમેદવારે ફોર્મ જ ભર્યું ન હતું. ત્યારે પક્ષ દ્વારા મહિલાના બદલે બીજી મહિલા હીનાબેન શાહ અને પુરુષ ઉમેદવારમાં પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીને ફોર્મ ભરાવ્યું હતું. પરંતુ અંતે પક્ષે પૂર્વ ઉપપ્રમુખને મેન્ડેડ ન આપી મહિલાના બદલે હીનાબેન શાહને મેન્ડેડ આપ્યું હતું.

ભાજપના સભ્યને પ્રાંતે હાંકી કાઢ્યો
વોર્ડ 9માં કોંગ્રેસના સભ્ય સામે ભાજપના સુરેશ જોશી ઉભા થઇ વાંધો આપતા પ્રાંતે તેમને ઉમેદવાર છો. કોઈ ટેકેદાર છો. તમે ભાજપ પક્ષમાંથી આવ્યો હોવાનું કહેતા પ્રાંતે તાત્કાલિક રૂમમાંથી બહાર નીકળી જવા આદેશ કર્યો હતો.

પાલિકાની ચૂંટણીમાં કોના અને ક્યાં કારણે ફોર્મ રદ થયાં
​​​​​​​ગીતાબેન કિશનકુમાર ઠાકોર- કોંગ્રેસ ડમી ઉમેદવાર
પિંકલકુમાર જયંતિભાઈ પટેલ - કોંગ્રેસ ડમી ઉમેદવાર
વિપુલકુમાર બાબુલાલ સોલંકી - બી.એમ.પી પાર્ટીમાંથી રજૂ થયેલ મેન્ડેડમાં નામ અલગ દર્શાવેલ હતું.
નર્મદાબેન ગોવિંદજી ઠાકોર - અપક્ષ - રજૂ થયેલ નમૂના નં 23 મુજબના સોંગદનામામાં સહી સિક્કા ન હતા.
શૈલેષભાઈ મોહનભાઇ પટેલ - ભાજપમાં બે ફોર્મ ભરાતાં એક રદ
ફતેસિંહ જગતસિંહ ઠાકોર - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
મિત્તલ પનુસિંહ દરબાર - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
કૈયુર કુમાર કનૈયાલાલ વ્યાસ - આપ માંથી મેન્ડેડ સામાન્ય સ્ત્રીનું રજૂ થયેલ હોઈ અને નિયમ 23 મુજબ એફિડેવિટ રજૂ થયેલ નહીં
બબીબેન મગનલાલ સોલંકી - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
અરુણાબેન સંજયકુમાર પટેલ - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
કાર્તિક ભરતકુમાર ભાટિયા - કોંગ્રેસ ડમી ઉમેદવાર -
મોહમદ આદિલ મોહમદ ઉસ્માન શેખ - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં.
ભરત ભાટિયા - કોંગ્રેસ માંથી બે ફોર્મ ભરલ હોઈ એક ફોર્મ રદ
મનીષાબેન જશવંતભાઈ ઠક્કર - કોંગ્રેસ માંથી બે ફોર્મ ભરલ હોઈ એક ફોર્મ રદ
જય ઉત્તમકુમાર પરમાર - આપ માંથી બે ડમી ઉમેદવારના ફોર્મ
દિનેશ સેંધાભાઇ પટ્ટણી - ભાજપ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં.
નિશાંતકુમાર ભરતભાઈ લીંબુવાળા - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
હંસાબેન મનહરલાલ પરમાર - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
હંસાબેન ભોગીલાલ પરમાર - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
સંગીતાબેન લલિતકુમાર પટેલ - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
ગણપતભાઈ ઈશ્વરભાઈ પટેલ - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
કમળાબેન ગણપતભાઈ પટેલ - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
વિપુલ ભવાનજી ઠાકોર - ભાજપ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
ભીખાજી જીવનજી ઠાકોર - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
ઘેમરભાઈ જીવનભાઈ રબારી - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં
દિનેશભાઇ અંબાલાલ પટેલ - કોંગ્રેસ પક્ષનું મેન્ડેડ મળેલ નહીં

ભાજપના પૂર્વ પાલિકા ઉપપ્રમુખને મેન્ડેટ ન મળતા કહ્યું શહેર પ્રમુખે મારો કલર કર્યો
વોર્ડ નંબર 9 માં ભાજપે મહિલાને ટિકિટ આપતા તેનો વિરોધ થતા પુરુષ ઉમેદવાર તરીકે પૂર્વ પાલિકા ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ ફોર્મ ભર્યું હતું. તેમને પક્ષ મેન્ડેટ આપશે તેવો દાવો તેમને ફોર્મ ભરતા સમયે કર્યો હતો. પરંતુ ચકાસણીમાં તેમને મેન્ડેડ ન મળેલ હોઈ ફોર્મ રદ થયું હતું. તેમણે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે પાર્લામેન્ટ્રીમાં મારું નામ હતું.પરંતુ અહીંયા નામ આવતા કપાઈ ગયું છે.શહેર પ્રમુખ કિશોર મહેશ્વરીએ કલર કર્યો છે.એમને વોર્ડ 9 માં આખી પેનલ જીતાડવા માટે કદાચ આયોજન કર્યું હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો