નામ જાહેર થાય તે પહેલા જ વિરોધ:પાટણ વિધાનસભા બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ મળવાની સંભાવનાના પગલે વિરોધ શરૂ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની ગણાતી પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી પાટણ વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયાતી ઉમેદવારના નામની જાહેરાતની સંભાવનાને લઈ પાટણ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીની આ કામગીરીથી અસંતુષ્ટ કાર્યકરોએ બગવાડા ચોક ખાતે ભાજપ પક્ષ વિરુધ્ધ પ્રદર્શન કરી હૈયાવરાળ ઠાલવી છે.

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી રણસંગ્રામમાં ભાજપ પક્ષે ગુજરાતની બેઠકો પર ટિકિટ ફાળવવા બાબતે કેટલાક નામાંકિત પક્ષના આગેવાન કાર્યકરોની અવગણના કરવામાં આવતા પક્ષના મોવડી મંડળમાં પણ નારાજગીનો સુર ઉઠવા પામ્યો છે.

ત્યારે પાટણ જીલ્લાની 18-પાટણ વિધાનસભા બેઠક પર આયાતી મહિલા ઉમેદવારના નામની જાહેરાતની સંભાવનાને લઈ ભાજપના સ્થાનિક ઉમેદવારના ટેકેદારો દ્વારા બગવાડા ચોક ખાતે પક્ષ વિરુધ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તો પાટણની મહત્વની બેઠક પર જેના નામની જાહેરાત થવાની સંભાવના છે તેવા મહિલા ઉમેદવારને પાટણ સાથે કોઇ નાતો ન હોવા છતાં પક્ષે સ્થાનિક ઉમેદવારની અવગણના કરી હોવાની આજે પક્ષના કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ભાજપ કાર્યાલયે પહોંચી દેખાવો કરી નારા લગાવ્યા હતા. જો આ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ભાજપના સક્રિય કાર્યકરો સામૂહિક રાજીનામા ધરશે તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...