સ્થાનિક ઉમેદવારની માગ:પાટણ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર ધોષિત કરાઈ તે પૂર્વે જ વિરોધ ભભૂક્યો

પાટણ3 મહિનો પહેલા
  • બગવાડા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શિત કરી સામૂહિક રાજીનામા આપવાની ચિમકી

18 પાટણ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયાતી ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવનાર છે તેવી શક્યતાને લઇ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી સ્થાનિક ઉમેદવારને પાટણ વિધાનસભાની બેઠક પર ઉમેદવાર ધોશિત કરાય એવી માંગ સાથે કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી.

જો ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ભાજપના સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો સામુહિક રાજીનામાં ધરશે તેવો હુંકાર કરી પોતાની જ પાર્ટી વિરુદ્ધ દેખાવો કરી હાય હાય નાં નારા લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...