વિરોધ:ઉભરાતી ગટરની સમસ્યાના વિરોધમાં ગંદા પાણીમાં ઉભા રહી વેપારીઓ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં  ઉભરાતી ગટરોની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વેપારીઓ સાથે મળી વિરોધ યાત્રા યોજી - Divya Bhaskar
પાટણમાં ઉભરાતી ગટરોની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વેપારીઓ સાથે મળી વિરોધ યાત્રા યોજી
  • પાટણમાં સિદ્ધપુર ચોકડી પર સરદાર કોમ્પ્લેક્ષના વેપારીઓ એક વર્ષથી હેરાન થાય છે

પાટણ સિદ્ધપુર ચોકડી પર આવેલ સરદાર કોમ્પ્લેક્ષમાં છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાતા ગંદા પાણીને લઇ સમગ્ર કોમ્પ્લેક્ષ વિસ્તાર ગંદકીથી ભરાઈ જતાં વ્યાપારીઓને ભારે મુશ્કેલી પડી રહી હોય અનેક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા સમસ્યા હલ ન કરતાં મંગળવારે વ્યાપારીઓ અને કોંગ્રેસના કાર્યકરો સાથે મળી પાલિકાના વિરોધમાં વિરોધ યાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પાટણ સિદ્ધપુર ચોકડી ઉપર સરદાર કોમ્પ્લેક્ષમાં 300થી વધુ દુકાનો વાળા,કોમ્પલેક્ષના રોડ તેમજ બાજુમાં આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન જવાના માર્ગ ઉપર વરસાદી ગંદા પાણી ભરાવા સહિત ભૂગર્ભ ગટર ઉભરાતા સમગ્ર વિસ્તાર ગંદકીથી અતિશય દુર્ગંધવાળો વિસ્તાર બન્યો છે. વેપારીઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી સાફ સફાઈ અને લીકેજ પાઇપ લાઇન રિપેરિંગ કરવા પાલિકાઓમાં અનેક રજૂઆત કરવા છતાં આજદિન સુધી ઉભરાતી ગટરો તેમજ કોમ્પ્લેક્ષમાં થતી ભારે ગંદકીની સમસ્યા દૂર ન કરાતા ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે.

ગંદકીની સમસ્યાને લઈ વેપારીઓમાં પાલિકા સામે ભારે રોષ હોય શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ કોમ્પ્લેક્સના વેપારીઓ સાથે મળીને પાલિકાના વિરોધમાં વિરોધ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથેના બેનરો હાથમાં લઈને ફરવા સાથે વિસ્તારમાં થયેલા ગંદકીના ખાબોચિયામાં અંદર ઊભા રહીને પોસ્ટર પ્રદર્શન સાથે પાલિકા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પાલિકાએ ભૂગર્ભ ગટરની સમસ્યા હલ કરવા ખાતમુર્હતનું નાટક કર્યું : કોંગ્રેસ
કોંગ્રેસ શહેર પ્રમુખ ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કોમ્પ્લેક્ષ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા દૂર કરવા માટે મોટર મૂકી કામગીરી શરૂ કરવાના કામનું ખાતમૂહૂર્ત કર્યું હતું.પરંતુ આજદિન સુધી તે કામ કર્યું નથી. ફક્ત વેપારીઓના મત લેવા માટે ખાતમૂહૂર્તનું નાટક કર્યું છે.એક વર્ષથી વિસ્તારમાં ગંદકીને લઈ વેપારીઓને કલ્પના ન કરી શકે તેવી દુર્ગંધમાં બેસવા મજબુર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...