દરખાસ્ત મંજૂર:પાટણ શહેરમાં સંભવિત 15 અકસ્માત ઝોનમાં ઝિબ્રાક્રોસિંગ-બમ્પ બનાવવાની દરખાસ્ત મંજૂર

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં 15 જેટલા સ્થળોએ સંભવિત એક્સીડેન્ટ ઝોન ઉપર બમ્પ તથા ઝિબ્રા ક્રોસિંગ બનાવવા અંગે પાટણનાં કલેકટર અને ડીએસપી તરફથી પાટણ નગરપાલિકાને પણ આ બાબતે જાણ કરીને આ કામગીરીમાં સહકાર આપવા પત્ર લખ્યો હતો. જે પત્ર અંગે પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી હતી ને તે અંગે મંજુરી આપવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, પાટણ જિલ્લા પોલીસવડા વિજયભાઇ પટેલે પાટણ જિલ્લા કલેક્ટર એ નગરપાલિકાને લખેલા પત્રમાં શહેરનાં 15 સ્થળોએ ઝિબ્રાક્રોસીંગ અને બમ્પની જરુર હોવા અંગે જાણકારી આપી હતી. જેમાં આ તમામ 15 સ્થળોએ ઝિબ્રાક્રોસીંગની અને પાંચ સ્થળોએ બમ્પ અને છ સ્થળે જાડા પટ્ટા અને એક સ્થળે શાળા પાર્કિંગની જરુર હોવાનું જણાવ્યું છે.

તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે,પાટણ શહેર વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.68 તથા સ્ટેટ હાઇવે નં. 10 પસાર થાય છે તથા પાટણ શહેરનાં બજાર રોડ તથા શહેરી વિસ્તાર જુના પ્લાન મુજબ બનાવેલ જે તે સ્થિતિમાં છે અને હાલના તબક્કે પણ આ રસ્તાઓમાં નગરપાલિકા તથા હાઇવે ઓથોરીટી દ્વારા જરુરી બદલાવ કરવામાં આવેલ નથી. હાલના તબક્કે લોકોની સમૃધ્ધિ વધતા શહેરી વિસ્તારમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ છે જેમાં ખાસ કરીને ફોર વ્હિલર વાહનોની સંખ્યા વધતાં પાટણ શહેર ખાતે દરરોજ નાના-મોટા અકસ્માતો નોંધાતા રહે છે એવા ઘણા બધા અકસ્માતો થાય છે જેની લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતી નથી. જેથી આવા અકસ્માતો પોલીસના રેકર્ડ પર નોંધાતાં નથી.

પાટણ શહેરમાં ઘણી બધી જગ્યા પર બમ્પ તથા ઝિબ્રા ક્રોસિંગ બનાવવામાં આવેલ છે જે આવકાર્ય છે પણ હાલના તબક્કે બજાર, હોસ્પિટલ તથા શહેરમાં શાળાની આજુબાજુ રોડને વિકસિત કરવા નાના-મોટા કામ જે તે ઓથોરીટી દ્વારા કરવામાં આવતાં હોય છે જે કામો પુરા થયા બાદ તેમાં જરુરી ઝીબ્રા ક્રોસીંગ તથા બમ્પ મુકવા જરુરી હોય છે જે ઘણા બધા કિસ્સામાં મુકવામાં આવતાં નથી. અને જેથી ટ્રાફીક નિયમનનું કામ યોગ્ય રીતે કરી તથા કરાવી શકાતું નથી.

જેથી વધુ જટીલ ટ્રાફીક સમસ્યા થવાની અને અકસ્માત થવાની સંભાવના રહે છે. જેથી અત્રેની કચેરી ખાતેથી શહેરી વિસ્તારમાં આવેલ રસ્તાઓનો ડ્રાઇવ રાખી યોગ્ય અભ્યાસ કરવામાં આવેલ જેમાં ખાસ કરીને શહેરનાં જે વિસ્તારમાં ઝીબ્રા ક્રોસીંગની તથા બમ્પની જરુરીયાત છે તેનો બારીકાઇથી અભ્યાસ કરતાં કરાવતાં 15 રસ્થળો પર ઝીબ્રા ક્રોસીંગ કરવા તથા બમ્પ મુકવા જરુરી જણાય છે.

પાટણમાં ઝીબ્રાક્રોસિંગ જરુર વાળા સ્થળ
ટી.બી. ત્રણ રસ્તા, નવજીવન ચોકડી પરનાં ચારેય બાજુનાં રસ્તાઓ ઉપર, બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં નાકે, લીલીવાડીનાં ચારેય રસ્તા પર, પદ્મનાભ ચોકડી, નવાગંજ પાસે નવો પુલ ઉતરતાં ચાણસ્મા તરફ જતાં રોડ પર, સુદામા ચોકડી ત્રણેય રોડનાં રસ્તા પર, સુદામા ચોકડીથી હારીજ જતા રોડ ઉપર ચોકડીનાં તમામ ચારેય રસ્તા પર, પાટણ- ઊંઝા ત્રણ રસ્તા પર આવેલ ત્રણેય રસ્તા ઉપર, ડી.એસ.પી. કચેરીની બહાર ગેટ પાસે, રેલ્વે નાળાથી રેલ્વે સ્ટેશન તરફ જતાં રોડ પર, ડૉ. અતુલ શાહનાં દવાખાના પાસે, જયવિર નગર ત્રણેય રસ્તા પર, શિશુમંદિર શાળાની બહારની બાજુ આવેલ બમ્પ ઉપર, સુભાષોકથી બગવાડા તરફ આવતાં રસ્તા પર, કેન્દ્રીય વિદ્યાલય બહાર આવેલ રોડ પર શાળાના ગેટને આવરી લેતા બમ્પ.

અન્ય સમાચારો પણ છે...