પાટણ શહેરમાં બે અર્બન હેલ્થ સેન્ટર ચાલી રહ્યા છે. જેમના પોતાના મકાન બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પાલિકા પાસે જમીન મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવેલી છે. જેમાં ઘણા સમયથી આરોગ્ય વિભાગ પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે તાજેતરની સામાન્ય સભામાં નગરપાલિકા દ્વારા જમીન ફાળવવા માટે મંજૂરીનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા બે અર્બન હેલ્થ સેન્ટર ચાલી રહ્યા છે જેમાં અર્બન હેલ્થ સેન્ટર 1 ભદ્ર ખાતે આવેલ કચેરી વિસ્તારમાં કાર્યરત છે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર 2 સરદાર કોમ્પલેક્ષ હાઇવે ઉપર કાર્યરત છે. આ સેન્ટરો એમના અલાયદા ભવનમાં કાર્યરત કરી શકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર 1 માટે મોતીશા દરવાજા બહાર જ્યારે અર્બન હેલ્થ સેન્ટર 2 માટે ડીએસપી ઓફિસ પાછળ શ્રમજીવી વિસ્તારમાં જમીન ફાળવવા માટે નગરપાલિકામાં દરખાસ્ત કરવામાં આવેલી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.