ઉત્તરાયણના તહેવારને લઈ જાહેરનામું:પાટણ જિલ્લામાં ચાઈનીઝ દોરી અને તુક્કલના ખરીદ, સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ પર પ્રતિબંધ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આગામી તા.14.01.2023ના રોજ મકરસંક્રાંતિ(ઉતરાયણ)નો તહેવાર ઉજવાશે. આ તહેવારમાં વધુ પતંગ ચગાવવા માટે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ચાઈનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારૂપ છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાયણ તથા અન્ય તહેવારો દરમિયાન સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુક્કલ) ઉડાડવાની પ્રથા શરૂ થયેલ છે. લોકો દ્વારા હજારો સ્કાય લેન્ટર્ન રાત્રી દરમિયાન ઉડાડવામાં આવે છે.જ્યારે આ સ્કાય લેન્ટર્ન કોઈ વસ્તુ સાથે અથડાય છે, ત્યારે આગ લાગવાના બનાવો બનતા હોય છે. તેથી આવા ચાઈનીઝ તુક્કલ/સિન્થેટીક માંઝા/ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પાટણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ઉતરાયણના તહેવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરીની બનાવટથી ઘણીવાર માણસો અને પક્ષીઓને પ્રાણઘાતક ઈજાઓ થાય છે, તેમજ આ વસ્તુઓ લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી. જેના પરિણામે ગટરો અને ડ્રેનેજ જામ થાય છે. ગાય તથા અન્ય પ્રાણીના ખોરાક દ્વારા પેટમાં વસ્તુ જવાથી પ્રાણીઓ આફરો અને ગભરામણના લીધે મરણ પામે છે. તદઉપરાંત વીજલાઈન અને સબસ્ટેશનમાં આ દોરી અને પતંગ ભરાવવાના કારણે ફોલ્ટ પણ થાય છે. મકરસંક્રાતિ દરમિયાન લોક દ્વારા હજારો સ્કાય લેન્ટર્ન રાત્રી દરમિયાન ઉડાડવામાં આવે છે. જ્યારે આ સ્કાય લેન્ટર્ન કોઈ વસ્તુ સાથે અથડાય છે, ત્યારે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ સ્કાય લેન્ટર્ન ઉપર મોટે ભાગે BIODEGRADABLE લખેલું હોય છે પરંતુ આ પ્રકારના સ્કાય લેન્ટર્ન સસ્તા કાગળમાંથી બનેલા છે અને સસ્તા મીણના ચોસલા તેમાં બળતણ તરીકે વપરાય છે.

જેBIODEGRADABLE નથી. તેથી આવી ચાઈનીઝ તુક્કલની આયાત,ખરીદ,વેચાણ,સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ દ્વારા પાટણ જિલ્લામાં તા.03.01.2023 થી તા.18.01.2023 સુધી (બંને દિવસો સુદ્ધાંત) નીચે મુજબના કૃત્યો કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે. ઉપરોક્ત દિવસોમાં સવારના 06.00 થી 08.00 કલાક તથા સાંજના 05.00 થી 07.00 કલાક દરમિયાન પક્ષીઓની સક્રિયતાના સમયમાં પક્ષીઓને થતી ઈજા નિવારવા આ સમયમાં પતંગ નહી ઉડાડવા જાહેર અપીલ કરવામાં આવી છે.

સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં સિન્થેટીક માંઝા/ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીની આયાત, પરિવહન, ખરીદ,વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સિન્થેટીક માંઝા/ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીનો જથ્થાબંધ/છુટક વેપાર કરવો કે કરાવવો તથા તેની ખરીદી કે વેચાણ કરવું કે કરાવવું. સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં આવા સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) ની આયાત, પરિવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.આ જાહેરનામાનો ભંગ કરનાર તથા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી અધિનિયમ1860ની કલમ-188 તથા સંલગ્ન ધારાની જોગવાઈને આધીન સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...