પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમાજ ઉપયોગી સંશોધન કાર્યને વેગવંતુ બનાવવા કેમ્પસ ખાતે પ્રોફેસરોને સીડમનીના ભાગરુપે નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે. પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં યુનિવર્સિટી દ્વારા રીસર્ચ એટલે કે સંશોધનકાર્યને ગતિશીલ અને વેગવંતુ બનાવવા માઇનોર રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત પ્રોફેસરોને સીડમની સંદર્ભે રુપિયા એક લાખથી દોઢ લાખનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેના થકી પ્રોફેસરો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સમાજ ઉપયોગી સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે. જે ખરેખર આવનાર સમયમાં પ્રશંસનીય બાબત બની રહેશે. આ રિસર્ચમાં ખેડૂત મેન્ટલ વેલબીલીંગ કન્ડિશન પ્રશ્નો અભ્યાસ કરવાનો ડિટેલ રિસર્ચ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.
આ પ્રોજેકટ અંતર્ગત પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના એચઓડી ડૉ.કે.કે.પટેલે મેન્ટલ વેલબીલીંગ ઓફ ફાર્મસ પ્રોજેકટ એપ્લાયને મંજુરી આપવામાં આવી છે. આ અંગે ડૉ.કે.કે.પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા શરુ કરવામાં આવેલ માઇનોર રીસર્ચ પ્રોજેકટ સીડમની એ પ્રશંસનીય બાબત છે.
આમ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેમ્પસ ખાતે અભ્યાસક્રમોની સાથે સાથે સંશોધન કાર્યને વેગવંતુ બનાવવા નવો આયામ શરુ કરવામાં આવ્યો છે. કે.કે પટેલ જણાવ્યું હતું કે માઇનોર રીસર્ચ પ્રોજેકટ સીડમની મળતું નહતું. આ પ્રથમવાર સરાહનીય પ્રયત્ન કરી રિસર્ચને વેગવંતુ બનાવવા અપર્યંતન બનાવામાં આવ્યો છે. આ રિસર્ચમાં ગામડાઓના ખેડૂત મેન્ટલ વેલબીલીંગ કન્ડિશન પ્રશ્નો અભ્યાસ કરવાનો ડિટેલ રિસર્ચ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.