પાટણના મણુંદની શ્રી શંકર એમ.એડ કોલેજમાં ગુજરાતી અને સોશિયોલોજી વિભાગના પ્રોફેસર તરીકે સેવાઓ આપતા ડો.હાર્દિકભાઈ મહેતા ઉત્તર ગુજરાતમાં એક માત્ર એવા અધ્યાપક છે જેમણે પ્રાચીન ભવાઈ કલા વિશે શોધ નિબંધ તૈયાર કરી એક નહીં બે વખત પીએચ.ડી ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે જણાવ્યું કે અસરકારક લોકશિક્ષણ માટે મોબાઈલ અને ટીવી ટેકનોલોજી કરતાં પણ વધારે અસરકારક ભવાઈ કલા છે જેનું આધુનિકરણ કરવા તેમજ કલાને લુપ્ત થતી અટકાવવા માટે સરકારે પગલાં લેવાની જરૂરિયાત છે.
મૂળ વિસનગરના વાલમના વતની નાગર બ્રાહ્મણ ડો. હાર્દિક મહેતાએ ગ્રામ્ય વસ્તી શિક્ષણમાં અવેરનેસ અને ઉત્કર્ષ માટે ભવાઈનો ઉપયોગ વિષય ઉપર વર્ષ 2010 -11 માં જે.એન. રાજસ્થાન વિદ્યાપીઠ યુનિવર્સિટી ઉદયપુરથી પીએચડી કરી હતી આ ઉપરાંત તે પહેલા વર્ષ 2004માં હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ.માંથી લોક નાટ્યકલા તરીકે ભવાઈ વિષય ઉપર શોધ નિબંધ લખી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
એક કરતા વધારે વખત પીએચ.ડી કરવાની બાબતમાં નડિયાદના મહિલા પ્રોફેસર ડો.મોહિનીબેન આચાર્યએ ગુજરાતી સંસ્કૃત અને શિક્ષણ વિષયમાં ત્રણ વખત પીએચ.ડી પદવી પ્રાપ્ત કરી હતી. જ્યારે ઉત્તર ગુજરાતમાં ગુજરાતી અને શિક્ષણ ક્ષેત્રે બે વખત પીએચ.ડી કરનાર તેઓ એકમાત્ર છે. તેમણે જણાવ્યું કે આ કલા ના સર્જક અસાઈત ઠાકરે રોજીરોટી માટે દરરોજ અલગ-અલગ 360 વેશ લખીને ધારણ કર્યા હતા પરંતુ આ હસ્તલિખિત વેશ હાલમાં ઉપલબ્ધ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.