તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણનાં ખાનગી દવાખાનામાં પૂરતાં રેમડેસિવિર મળતાં નથી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈએમસીએ કલેક્ટરને રજૂઆત કરી
  • 300 થી 350 ખાનગી હોસ્પિટલને અપાય છે : અધિક કલેક્ટર

પાટણ જિલ્લામાં હજુ કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. દરરોજ સરેરાશ 100 થી વધુ કેસ આવી રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં હજુ પણ દર્દીઓને બેડ મળવા મુશ્કેલ છે. બીજીબાજુ પ્રાઇવેટ હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન જરૂરિયાત પ્રમાણે મળતા નથી.

આ અંગે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ર્ડા. નિખિલભાઇ ખમારે જણાવ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલને જરૂરિયાતના માંડ 50 ટકા ઇન્જેક્શન જ મળે છે. આ બાબતે કલેકટરને રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ આગળથી જ જથ્થો મર્યાદિત આવે છે જેના કારણે પ્રાઇવેટ હોસ્પિટલોને જરૂરિયાત પ્રમાણે મળતો નથી નિવાસી અધિક કલેકટર એન.ડી પરમારે જણાવ્યું હતું કે દરરોજ સરેરાશ 600 જેટલા રેમડિસિવિર ઇન્જેક્શન મળે છે જેમાં 250 થી 300 સરકારી હોસ્પિટલોમાં ઉપયોગ થાય છે. અને 300 થી 350 પ્રાઇવેટ હોસ્પિટલને આપવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જરૂરિયાત વધારે હશે પરંતુ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ જે વધે તેમાંથી પ્રાઇવેટ હોસ્પિટલને આપવાના હોય છે.

અન્ય સમાચારો પણ છે...