તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:પાટણમાં ખાનગી તબીબે હોમ ક્વોરંટાઈન દર્દીઓ માટે ટેલી કન્સલ્ટીંગ સેવા શરૂ કરી

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાગ્રસ્તને હિંમત અને માર્ગદર્શન આપવા સેવા, પ્રથમ દિવસે 80 દર્દીને માર્ગદર્શન

પાટણ શહેરમાં કોરોના મહામારીમાં મદદરૂપ થવાના આશ્રયથી ખાનગી બી.એચ.એમ.એસ ફીઝીશીયન ડૉક્ટર દ્વારા ક્વોરંન્ટાઇન દર્દીઓને યોગ્ય સલાહ અને હિંમત મળે તેમજ ખોટા ખર્ચ કરતા અટકે અને યોગ્ય સારવાર લે તે માટે મફતમાં ઘરે બેઠા દર્દીઓને માર્ગદર્શન આપવા માટે ટેલી કન્સલન્ટીંગ સેવા શરૂ કરવામાં આવી છે.

પાટણ શહેરમાં સાલવીવાડામાં ક્લિનિક ચલાવતા સેવાભાવી બી.એચ, એમ.એસ ફિઝિશિયન ડૉ.હિતેશ.એન.ઠક્કર દ્વારા એક્ટિવ ગ્રુપના સહયોગથી શહેરમાં વધતા કોરોના કેસોમાં દર્દીઓ ભયભીત થઇ જતા હોઈ તેમને હિંમત અને કેવા લક્ષણોમાં કેવા પ્રકારની સારવાર લઇ ઝડપથી સ્વસ્થ થાય માટે મહામારીમાં લોકોને મદદ રૂપ થવાના આશયથી ક્લિનિકનો સમયમાંથી બચત સમયમાં નિઃશુલ્ક ટેલી કન્સલન્ટીંગની સેવા શરૂ કરવામાં આવી છે.

બપોરે 1 થી સાંજના 4 તેમજ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેમને ફોન, વોટ્સએપ કે મેસેજ મારફતે લોકો સલાહ લઇ શકશે.94260 26050 નંબર પર ક્વોરેન્ટાઇન દર્દીઓ સંપર્ક કરી તેમની સેવાનો લાભ લઇ શકશે. દર્દીઓને ઘરે બેઠામાં માર્ગદર્શન મળી રહેશે.

મોટા ભાગના દર્દીઓ ભયભીત હતા
ડૉ.હિતેશભાઈએ જણાવ્યું હતું કે મહામારીના સમયમાં લોકો ગેરમાર્ગ દોરાઈ ભયથી હોસ્પિટલોમાં દોડી રહ્યા છે. સામાન્ય લક્ષણોમાં મોટો ખર્ચ કરી રહ્યા છે. ત્યારે લોકોને હિંમત અને સાચી સલાહ સાથે યોગ્ય દવાઓ લઈને ઝડપથી સ્વસ્થ થાય માટે મે આ સેવા શરૂ કરી છે. મારા ક્લિનિકમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરાવી અત્યાર સુધી 4 હજાર લોકોને રસી પણ અપાવી છે.

દર્દીઓને એટલું જ કહું છું કે ડરશો નહીં. યોગ્ય સારવારથી કોરોના મટી શકે છે.પ્રથમ દિવસે શરૂ કરતા બપોર સુધીમાં 80 લોકોએ મારો સંપર્ક કર્યો .બધાને સલાહ અને સૂચન આપ્યા છે.મોટા ભાગે લોકોમાં ભય જ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો