તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Presentation To The Chief Officer On The Issue Of Stray Cattle In Patan, The Vice President Of The Municipality Suggested To Discuss With The Cattle Owners.

માંગણી:પાટણમાં રખડતા ઢોર મુદ્દે ચીફ ઓફિસરને રજૂઆત, પાલિકાના ઉપપ્રમુખે ઢોર માલિકો સાથે ચર્ચા કરવા સૂચન કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી કાયમી ધોરણે ચાલી રહી નથી અને તેના લીધે લોકોને ત્રાસ વધતો જાય છે ત્યારે રખડતા ઢોરના માલિકોને બોલાવી તેમની સાથે ચર્ચા કર્યા બાદ પકડવાની કામગીરી શરૂ કરવા ચીફ ઓફિસરને નગરપાલિકાના પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત આપવામાં આવી છે. ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ઢોર પકડવાની કામગીરી કાયમી ધોરણે ચાલી રહી નથી .ચીફ ઓફિસર આવ્યા ત્યારે કાર્યવાહી થતાં ટકરાવની સ્થિતિ સર્જાઇ હતી.

આ પછી કોરોના મહામારી શરૂ થઇ જતા રસ્તાઓ ખુલ્લા થઈ ગયા હતા જેને લઇ ઢોર પકડવાની કામગીરીની જરૂરિયાત પહેલા જેવી રહી ન હતી. હવે જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. ત્યારે ચોમાસામાં રસ્તા ઉપર જ રખડતા ઢોરનો જમાવડો થતાં ટ્રાફિકની સમસ્યા પેદા થાય છે. અવાર નવાર લોકો અકસ્માતનો ભોગ પણ બનેલા છે અને અગાઉ જીવ પણ ગુમાવતાં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...