• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Presentation Regarding Violation Of Government Circular And University Act 35 In Recognition Of Hemchandracharya University Affiliated Colleges

રજૂઆત:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સલગ્ન કોલેજોની માન્યતામાં સરકારના પરિપત્ર અને યુનિવર્સિટી એક્ટ 35ના ભંગ અંગે રજૂઆત કરાઇ

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ પટેલે યુનિના કુલપતિને રજૂઆત કરી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટચાર સામે સતત અવાજ ઉઠાવતા કારોબારી સભ્ય ડૉ. દિલીપ પટેલે આજે નવી કોલેજોની માન્યતામાંસરકારના પરિપત્ર અને યુનિવર્સિટી એક્ટ 35ના ભંગ અંગે એક લેખિત રજુઆત યુનિના કુલપતિને કરી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવી કોલેજોને મંજૂરી આપવા માટે તથા હાલમાં ચાલુ હોય તેવી જૂની કોલેજોને જોડાણ ચાલુ રાખવા માટે જે સ્થાનિક તપાસ સમિતિની જેને ટૂંકમાં એલ આઈ.સી.કહેવામાં આવે છે. તેની રચના કરવા માટે આવે સરકારે વર્ષ 2015ના પરિપત્ર કરેલ છે. આ પરિપત્ર મુજબ સરકારી કોલેજના આચાર્યને એક સભ્ય તરીકે એલ.આઈ.સી કમિટીમાં અચૂક લેવા માટે સરકારના શિક્ષણ વિભાગે સુચના આપેલી છે. આવી કમિટીમાં અગાઉ સિનિયર આચાર્ય અને અધ્યાપકો તથા યુનિવર્સિટીના ભવનના અધ્યાપકો ની સિનિયોરીટી પ્રમાણે નિમણૂંક થતી હાલમાં આવું કઈ જોયા વિના કારોબારી સભ્ય નિયમ વિરુદ્ધ પાંચ સભ્યોની પેટા સમિતિ બનાવી સ્થાનિક તપાસ સમીતીના સભ્યોની નિમણૂક કરતા હોવાને કારણે ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને શિક્ષણનું અહિત થતું હોય નવા કારોબારી સભ્ય ડૉ દિલીપ પટેલ સરકારના વર્ષ 2015ના પરિપત્રના અમલ માટે અને યુનિવર્સિટી એકટ મુજબ સ્થાનિક તપાસ સમિતિમાં સિનિયોરીટી ના આધારે તથા જે વિષયની કોલેજ હોય તે વિષયના તજજ્ઞ આ સ્થાનિક તપાસ સમિતમાં હોય તે માટે આજરોજ યુનિ ના કુલપતિ ડો . જે જે વોરા ને રજૂઆત કરી છે.

ડૉ. દિલીપ પટેલ કારોબારી સભ્ય હોવા છતાં પોતાને જ કોલેજોને મંજૂરી આપવા નિર્ણય કરવાનો હોય આવી સ્થાનિક તપાસ સમિતિમાં જવા માટે ઇનકાર પણ કર્યો છે. દિલીપ પટેલે કહ્યું છે કે, તપાસ અધિકારી ન્યાયાધીશ ન બની શકે. ડૉ. દિલીપ પટેલની આ રજૂઆતને કારણે યુનિવર્સિટી ના કેટલાક કારોબારી સભ્યો નારાજ થયા છે .તો સામે પક્ષે વર્ષોથી જેની ઉપેક્ષા થતી હતી તેવા સિનિયર આચાર્ય અધ્યાપકો અને યુનિવર્સિટીના ભવનના અધ્યાપકોમાં આવી નિયમ અનુસાર ની રજૂઆત લઈને હવે યુનિવર્સિટીમાં સુધારો આવશે તેવી આશા જાગી છે.

જાણવા મળતી માહિતી મુજબ આજે પાંચ કારોબારી સભ્યો ની સમિતિ વર્ષ 2023 -24 ના વર્ષની સ્થાનિક તપાસ સમિતિ માટે સભ્યો ની નિમણૂક માટે મળી હતી,બે સરકારના સભ્યોની મુદ્દત આગામી સાતમા માસમાં પુરી થતી હોય આવી ઉતાવળ કરવામાં આવી હોય તેવી ચર્ચા છે.

યુનિવર્સિટીના જાણકારો ના જણાવ્યા મુજબ યુનિવર્સિટી એકટ કલમ 35 મુજબ કારોબારી સભાને સ્થાનિક તપાસ સમીતીના સભ્યોની નિમણૂંક કરવાની સત્તા છે માત્ર પાંચ સભ્યોની પેટા સમિતિ સરકારના પરિપત્ર ની ઉપેક્ષા કરીને પોતાના લાગતા વળગતા અને શિક્ષણ સાથે જેને કઈ લેવા - દેવા નથી તેવા લોકોની નવી કોલેજો માટે તપાસ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરે તો તેનાથી સીધો ભ્રષ્ટાચાર વધે છે. પાટણ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષમાં 92 નવી સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટીની કોલેજો આપવામાં આવી છે પરંતુ તેમાં પુરતી સુવિધાઓનો અભાવ છે. આ કોલેજોમાં યુનિવર્સિટીએ માન્યતા આપેલા માત્ર બાર જ અધ્યાપક છે આવું થવા પાછળનું કારણ સ્થાનિક તપાસ સમિતિમાં વિષયના જાણકાર સભ્યોને ન હોવાનું જણાય છે .

દિલીપ પટેલ એવી પણ ચોંકાવનારી રજૂઆત કરી છે કે કોઈ એક જ વ્યક્તિ એક વર્ષમાં 100 થી વધુ કોલેજમાં સ્થાનિક તપાસ સમિતિના સભ્ય તરીકે ગયેલ છે. આવી નીતિને કારણે સરકારની છબી પણ વારંવાર ખરડાય છે ડૉ દિલીપ પટેલ યુનિવર્સિટી અને સરકાર ની પ્રતિષ્ઠા ન ખરડાય અને વિદ્યાર્થી ઓનું ભલું થાય તે માટે યુનિવર્સિટી એક્ટ અને સરકારના શિક્ષણ વિભાગના વર્ષ 2015ના પરિપત્ર મુજબ કોલેજોની સ્થાનિક તપાસ સમીતીના સભ્યોની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત પગલે કેટલાકને ખુશી છે તો કેટલાકના પેટમાં તેલ રેડાયું છે. પાટણ યુનિવર્સિટી ની કારોબારી નિયમ વિરુદ્ધ નિર્ણય કરતી હોવા અંગે તાજેતરમાં હાઈકોર્ટ ઓર્ડિનન્સ 171 અને 172 ઉપર સ્ટે આપ્યો છે ડૉ.દીલીપ પટેલ રજૂઆતમાં એવું પણ જણાવ્યું છે કે યુનિવર્સિટી કક્ષાએ મારી રજૂઆત ઉપર ધ્યાન લેવામાં નહીં આવે તો નછૂટકે માટે સરકારમાં આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડશે હવે સમય બતાવશે કે આ અંગે નિયમ મુજબ નિર્ણયો થાય છે કે પછી બહુમતીના જોરે ખોટા નિર્ણય કર્યો તેને સાચા બનાવવામાં આવે છે .

અન્ય સમાચારો પણ છે...