તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મધ્યાહન ભોજનના કર્મચારીઓનું વેતન વધારવા સિદ્ધપુર ધારાસભ્યની રજૂઆત

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચંદનજી ઠાકોરે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી

ગુજરાત રાજ્યમાં મધ્યાન ભોજન યોજનામાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને શોષણ મુક્ત રાખી લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરેરાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરએ તેમની રજૂઆતમાં રાજ્યના શિક્ષણ મંત્રીને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં મધ્યાન ભોજનમાં ફરજ બજાવતા કર્મચારીઓને માનદ વેતન રૂપિયા 1600 આપવામાં આવે છે. આ કર્મચારીઓ સવાર આઠ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી ફરજ બજાવે છે.

એટલે કે 6 થી 7 કલાક સેવા બજાવે છે પરંતુ તેમને હાલની મોંઘવારીના પ્રમાણમાં ખૂબ જ ઓછું માનદ વેતન આપવામાં આવી રહ્યું છે. મધ્યાન ભોજન કર્મચારીઓમાં 80 ટકા કરતાં વધારે મહિલાઓ સેવા આપે છે. જેમાં વિધવા, શિક્ષિત બેરોજગાર અને ગરીબ પરિસ્થિતિની બહેનો તેમના ગુજરાન માટે સંઘર્ષ કરે છે. ત્યારે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખે લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા વેતન વધારવા માંગ કરાઈ રહી છે ત્યારે ધારાસભ્યએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો