કેન્દ્રીય સંસદીય, સંસ્કૃતિ મંત્રાલયના મંત્રી અર્જુન રામ મેઘવાલ 19 ઓગસ્ટે પાટણ આવનાર હોઈ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને પુરાતત્વ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે એનેક્ષી શાહીબાગ, અમદાવાદ ખાતે બેઠક યોજાઇ હતી. સાંસદ કિરીટભાઈ સોલંકીએ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કરતા જણાવ્યું કે ઐતિહાસિક નગરી પાટણ 650 વર્ષ સુધી રાજધાની તરીકે રહેલી છે. પાટણની પ્રભુતાને પુનઃ પ્રસ્થાપિત કરવી તે પ્રધાનમંત્રીની અદમ્ય ઈચ્છા છે.
સહસ્ત્રલિંગ સરોવરમાં 1008 શિવ મંદિરનું નિર્માણ કરવું તદુપરાંત સહસ્ત્રલિંગ સરોવરની વચ્ચે સરોવરમાં પાણી લાવવા માટે જનહિતાર્થે બલિદાન આપનાર સામાજિક સમરસતાના પ્રથમ અમર શહીદવીર વીર મેઘમાયાની 108 ફૂટની ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવી તેમજ વીર માયા ટેકરીએ મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને વીર મેઘમાયા વચ્ચે સહસ્ત્રલિંગ સરોવરમાં બલિદાન આપવા અંગે થયેલ બેઠકના આ મહાન સ્થળને પણ પુરાતત્વ વિભાગ દ્વારા "બલિદાન સંકલ્પ સ્થલી " તરીકે વિકાસ કરવો અને વીર મેઘમાયાના મંદિરનું ભૂમિ પૂજન અર્જુન મેઘવાલના વરદ હસ્તે કરાશે.
આ બેઠકમાં પુરાતત્ત્વ વિભાગના ડો.એ.એમ.વી સુબ્રમણ્યમ - અધિક્ષક વડોદરા સર્કલ, મનીષ રાય - મદદનીશ પુરાતત્વવિદ્, વાય.એસ.રાવત -ભૂતપૂર્વ નિયામક, રાજ્ય પુરાતત્વ, ગાંધીનગર, આશિષ ત્રંબડિયા- સંરક્ષણ આર્કિટેક્ટ, અમદાવાદ, ઈમરાન મનસુરી કન્ઝર્વેટર પાટણ, અરુણકુમાર સાધુ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.