તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધારપુર હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવા ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામા આવી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની મહામારી ની સાથે સાથે મ્યુકરમાઈક્રોસિસ રોગે દેખા દીધી છે ત્યારે આ રોગની પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા મંગળવારના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ને પત્ર લખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રી ને લખાયેલા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની મહામારી ની સાથે સાથે મ્યુકોરમાઈક્રોસિસ નામનાં રોગે દેખા દીધી છે ત્યારે આ રોગ ના દદીઓ માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ૨૫ બેડ સાથે તમામ પ્રકારની આરોગ્ય સુવિધા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ બનાવવા માં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું ધારાસભ્યના અંગત મદદનીશ ભરતભાઈ ભાટીયા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...