તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં થોડાક સપ્તાહમાં કોરોનાની વેક્સિન આવી જશે તેવી વડાપ્રધાને જાહેરાત કરી છે ત્યારે પાટણ જિલ્લામાં તબક્કાવાર વેક્સિન આપવા માટેની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં વેક્સિન આપવા માટે હેલ્થ કેર વર્કર આરોગ્ય આઈસીડીએસના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રાઇવેટ દવાખાના હોસ્પિટલોના ડોક્ટર સ્ટાફની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત કોરોના અંતર્ગત પોલીસ સહિત ફ્રન્ટલાઈનમાં કામ કરતા લોકો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી નીચેની ઉંમરના કોમોબીડીટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણ અંતર્ગત જિલ્લા કલેકટરે શનિવારે અધિકારીઓ સાથે મિટિંગ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લામાં વેક્સિન આપવા માટે સરકારી હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામુહિક આરોગ્ય કેન્દ્ર જનરલ હોસ્પિટલ સબ સેન્ટરો મેડિકલ હોસ્પિટલ આંગણવાડી કાર્યકરો તેડાગરો, આરોગ્ય અને આઇસીડીએસના 6850 અધિકારીઓ, કર્મચારીઓની યાદી તૈયાર કરાઇ છે. પ્રાઇવેટ હોસ્પિટલો અને દવાખાના ડોક્ટર સ્ટાફ મળી 1400 લોકોની મદદ લેવાશે. કોરોના અંતર્ગત ફ્રન્ટલાઈનમાં કામ કરતા કર્મચારીઓની પણ યાદી તૈયાર બનાવાઈ છે. દરેક ગામમાં સર્વેલન્સ કરીને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના ડાયાબિટીસ બીપી ફેફસાં કિડની કેન્સર અને હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા લોકોની યાદી બનાવાઈ રહી છે. આગામી બે દિવસમાં તાબડતોબ યાદી તૈયાર થઈ જશે.
વેક્સિન આપવા માટે 754 સ્થળો નક્કી કર્યા છે,લોકોને વેક્સિન આપવા માટેના 723 વેક્સિનેટર અને સુપરવાઇઝરની ટીમો તૈયાર કરાઈ છે. વેક્સિન નક્કી કરાયેલા ટેમ્પરેચરમાં રાખવા માટે રેફ્રિજરેટર ડીપ ફ્રીજ સહિતના સાધનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે વેક્સિન લાવવા લઈ જવા માટે વેક્સિન કેરીયર પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.