રથયાત્રા:પાટણમાં ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા કાઢવા માટે તૈયારીઓ શરૂ થઈ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા માટે મંજૂરી મંગાઈ, ટ્રસ્ટીઓ જિલ્લા પોલીસ વડાને મળશે
  • બેન્ડવાજા નક્કી કરાયા, ભગવાનના વાઘા, મામેરાની તૈયારી પુરજોશમાં

અષાઢી બીજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા કાઢવા માટે જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ સરકાર પાસે મંજૂરી પણ માગવામાં આવી છે. પરંતુ હજુ સુધી તંત્રનો મંદિર ટ્રસ્ટને વળતો જવાબ મળ્યો નથી ત્યારે સરકાર ઝડપથી નિર્ણય લે તો ટ્રસ્ટીઓને તૈયારીઓ કરવામાં અનુકૂળતા રહે તેવી ટ્રસ્ટ દ્વારા તંત્રમાં રજૂઆત કરવામાં આવનાર છે.

આ વખતે માત્ર 11 ઝાંખીઓ સાથે રથયાત્રા કાઢવા માટે જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા મંજૂરી માગવામાં આવી છે. રૂટ પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે. પરંતુ તંત્રએ હજી સુધી મંદિર ટ્રસ્ટને મંજૂરી અંગે વળતો જવાબ આપ્યો નથી ત્યારે આ વખતે પણ રથયાત્રા નિકળશે કે કેમ તે અંગે મૂંઝવણ છે. ત્યારે જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના રથનુ રીપેરીંગ, સાફ-સફાઈ, ભગવાનના વાઘા, પ્રસાદ, ભગવાનના મામેરા સહિતની તૈયારીઓ શરૂ કરાઈ છે. સાથે બેન્ડનું પણ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે.

ભગવાનના મામેરા માટેના દાતા પણ નક્કી થઈ ગયા છે. મામેરા માટેની સોમવારે મંજૂરી પણ માગવામાં આવશે. જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે અમે કલેક્ટર અને એસપીને મળવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...