તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Preparation Of System For Private And Repeater Examination In Patan District, Seating Arrangement Will Be Arranged In 70 Buildings

તૈયારી:પાટણ જિલ્લામાં ખાનગી અને રિપીટરની પરીક્ષા માટે તંત્રની તૈયારી, 70 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10માં 11832 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના 4074 વિદ્યાર્થીઓ
  • પાટણ અને હારીજ ઝોન ના 16 કેન્દ્રો પર ધો 10 ની પરીક્ષા યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12 ની પરીક્ષામાં ખાનગી અને નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આગામી તા .15 મી જુલાઇથી પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લામાં ધો-10 માં 11832 અને ધો-12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 4074 રિપીટર પરીક્ષાર્થીઓ નોંધાયા છે અને આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સીસીટીવીથી સજ્જ શહેર અને જિલ્લામાં કુલ 70 બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર હોવાનું પાટણ જિલ્લા ઈન્ચાર્જ શિક્ષણાધીકારી જે.ડી.જોષીએ જણાવ્યું હતું.

રિપીટર પરિક્ષા મામલે વધુ માહિતી આપતા પાટણ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી જયરામ ભાઈ જોષી જણાવ્યું હતું કે , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ગત વર્ષે નપાસ થયેલા વિદ્યાર્થીઓની આગામી 15 જુલાઇના રોજ પરીક્ષા લેવામાં આવનાર હોય જેની તૈયારી હાલમાં ચાલી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં ધો.10-12 મળી કુલ 15906 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

કેન્દ્ર સરકારની કોરોના મહામારીની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી પાટણ શહેર સહિત જિલ્લાના કૂલ 70 પરિક્ષા કેન્દ્રો ને સીસીટીવીથી સજ્જ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે .અને દરેક બ્લોકમાં સોશ્યલ ડિસ્ટન્સ નાં પાલન સાથે ફક્ત 20 જ પરીક્ષાર્થીઓ બેસાડાશે.

પાટણ જિલ્લામાં ધો.10-12ની પરીક્ષામાં સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનીટાઈઝર સાથે સરકાર ની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવનાર છે. ધો .10 ની પરીક્ષા માટે આખા જિલ્લામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે . જ્યારે ધો .12 ની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને પાટણ શહેરની સ્કૂલોના બિલ્ડીંગમાં જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની સાથે પરિક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે સ્થાનિક સ્કોડૅ ટીમ, પોલીસ બંદોબસ્ત, યુજીવીસીએલ ટીમ, એસ ટી તંત્ર સહિત ની તૈયારીઓ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પાટણ જિલ્લામાં ધો 10 ના ખાનગી અને રિપીટર વિદ્યાર્થીઓ માટે પાટણ અને હારીજ ઝોન માં 16 કેન્દ્રો 54 બીલડીગ અને 470 બ્લોક માં 11832 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજશે.જ્યારે ધો 12 સામાન્ય પ્રવાહમાં 1કેન્દ્ર 14 બીલડીગ અને 143 બ્લોક માં 3596 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજશે.જ્યારે ધો 12 વિજ્ઞાનપ્રવાહ માં 1કેન્દ્ર 2 બીલડીગ અને 27 બ્લોક માં 474 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. આગામી 5 મી જુલાઈ એ કલેક્ટર સાથે જિલ્લા પરીક્ષા સમિતિ ની બેઠક છે જેમાં પરીક્ષા બાબતે કરાયેલા આયોજનની સમીક્ષા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...