તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કાર્ય:ઈલાજથી પહેલા સાવધાની, પાટણના બે યુવા મિત્રો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણપણે સેનેટાઈઝર કરાયા

પાટણ3 મહિનો પહેલા
  • રોજના બે હજાર લિટર સેનેટાઈઝર દ્વારા ગ્રામ્ય વિસ્તારોને કોરોના મુક્ત બનાવવાનું અભિયાન

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેરે અનેક લોકોને સંક્રમિત બનાવ્યા છે. ત્યારે જિલ્લા પ્રશાસન સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પણ કોરોના સંક્રમણને અટકાવવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પાટણના બે નવયુવાનો દ્વારા ઈલાજથી પહેલા સાવધાનીના ભાગરૂપે પાટણ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણપણે સેનેટાઈઝરથી સુરક્ષિત કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને જે અભિયાનને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ સરાહનીય ગણાવ્યું છે.

સ્વખર્ચે સાથી મિત્રોની મદદથી કાર્ય શરૂ

પાટણ શહેર તેમજ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણપણે સેનેટાઈઝર કરવાની કામગીરી કરી રહેલા કુણઘેર ગામના મિતુલ પટેલ અને સોજીત્રા ગામ ના અમિત પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે સાથી મિત્રોની મદદથી રોજના બે હજાર લિટર સેનેટાઈઝર દ્વારા સંપૂર્ણ ગામોને કોરોના મુક્ત બનાવવા સેનેટાઈઝર કરવામાં આવી રહ્યું છે.

સનેટાઈઝ કરવાની પ્રવૃત્તિને લોકોએ સરાહનીય ગણાવી

અત્યાર સુધીમાં બંને મિત્રો દ્વારા છ હજાર લીટર જેટલા સેનેટાઈઝર પાટણ જિલ્લાના કુણઘેર,અડીયા, ચંદ્રુમણા, માનપુર જેવા ગામોને સંપૂર્ણપણે સેનેટાઈઝર કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતું. અને જ્યાં સુધી પાટણ શહેર અને જિલ્લામાંથી કોરોના સંક્રમણ નાબૂદ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત બંને મિત્રો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ મિતુલ પટેલએ જણાવ્યું હતું. બન્ને યુવાન મિત્રો અને તેમના સાથી મિત્રોની મદદથી નિસ્વાર્થ ભાવે હાથ ધરાયેલી ગ્રામ્ય વિસ્તારોને સનેટાઈઝ કરવાની પ્રવૃત્તિને લોકોએ સરાહનીય ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...