તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મ:પદ્મનાભજીના મેળાની પૂર્ણાહુતિએ કોરાનાથી બચાવવા પ્રાર્થના

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો - Divya Bhaskar
મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો
 • કોરોનાની ગાઈડલાઈન મુજબ ભક્તોએ દર્શનનો લાહ્વો લઈ ધન્યતા અનુભવી

પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી સપ્તરાત્રી મેળા શાંતિપૂર્ણ માહોલમાં શનિવારે સંપન્ન થતા રવિવારે ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી પદ્મનાભ મંદિર ખાતે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવને અનુલક્ષી વહેલી સવારે ભગવાનની આરતી, પુજા અને અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શ્રી પદ્મનાભ વિકાસ સમિતિના સભ્યો સહિત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ સહિતના ભાવિક ભક્તોએ સરકારની ગાઈડલાઈન મુજબ ઉપસ્થિત રહી દર્શનનો લ્હાવો લીધો હતો.

શ્રી પદ્મનાભ મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલ આ ભવ્ય અન્નકૂટનાં દશૅન માટે આવતા ભાવિક ભક્તોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત શ્રી પદ્મનાભ વિકાસ સમિતિના સભ્યો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરી દરેક ભક્તોને અન્નકૂટનાં દર્શનનો લ્હાવો આપ્યો હતો.

સાજે ભગવાન સન્મુખ મહા આરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા ભક્તો દ્વારા વિશ્વમાં વ્યાપેલી કોરોનાની મહામારી વહેલી તકે નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી હતી. ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા અને ભવ્ય અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી ભગવાનભાઈ સ્વામી, મંત્રી કલ્પેશભાઈ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સ્વામી સહિત શ્રી પદ્મનાભ વિકાસ સમિતિના ચેરમેન યશપાલ સ્વામી, સલાહકાર શાંતિભાઈ સ્વામી, રાજેશભાઈ , કનુભાઈ, ધનાભાઇ, ભાઈચંદભાઈ સહિત પ્રજાપતિ-સ્વામી પરિવાર સેવાભાવી આગેવાનો, કાર્યકરો સાથે પદ્મનાભજી ભગવાનનાં ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો