તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા કોરોનાની મહામારીમાં મૃતક પરિવારને મદદરૂપ થવા નિ:શુલ્ક સબવાહિનીની સેવા શરૂ કરાઈ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબવાહિનીની સેવા પાટણ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે ઉપલબ્ધ રહેશે

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંકમિત બની રહ્યાં છે. અને અનેક કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર દરમિયાન સ્વસ્થ બની રહ્યાં છે. તો કેટલાક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. આ કપરી મહામારીમા લોકોને આર્થિક રીતે મદદરૂપ બનવા પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સબવાહિનીની સેવા શરૂ કરાઈ છે.

24 કલાક માટે નિ:શુલ્ક સબવાહિનીની સુવિધા કાર્યરત કરવામાં આવી

પાટણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનનાં પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બનવાની નિસ્વાર્થ ભાવના સાથે 24 કલાક માટે નિ:શુલ્ક સબવાહિનીની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. કોરોનાના સંકટ સમયે મૃતકનાં સ્વજનોને આ સબવાહિનીની સેવા મેળવવા માટે પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશનના મો.7383041002/7984240921 ઉપર સંપર્ક કરવાથી શબવાહિનીની સેવા ઉપલબ્ધ બની રહેશે. તેવું પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન પાટણના પ્રમુખ પારસ ભાઈ પટેલે જણાવ્યુ છે.

પારસભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે આ એક ગાડી રેન્ટ પર રાખી છે

પ્રયાસ ફાઉન્ડેશનના પારસ ભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે આ એક ગાડી રેન્ટ પર રાખી છે. આ કોરોના મહામારી જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાયએ આશયથી શરૂ કર્યું છે. અને પાટણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનનાં પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બનવાની નિસ્વાર્થ ભાવના સાથે 24 કલાક માટે સબવાહિનીની સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...