તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કૃષિ બિલના વિરોધમાં મૃત્યુ પામેલ ખેડૂતોની આત્મશાંતિ માટે મહાકાળી માતાને પ્રાર્થના

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણમાં કોંગ્રેસે શ્રદ્ધાંજલિ સભા યોજી શોક વ્યક્ત કર્યો - Divya Bhaskar
પાટણમાં કોંગ્રેસે શ્રદ્ધાંજલિ સભા યોજી શોક વ્યક્ત કર્યો

કૃષિ બિલનો વિરોધ કરતાં મોતને ભેટેલા ખેડૂતોની આત્મશાંતિ માટે કોંગ્રેસ દ્વારા પાટણના મહાકાળી માતા મંદિરે શોકસભાનું આયોજન કરાયું હતું. જેમાં ખેડૂતોની આત્મશાંતિ માટે મહાકાળી માતાને પ્રાર્થના કરવામાં આવી હતી. કૃષિ બિલનો વિરોધ કરતા મૃત્યુ પામેલા 30 જેટલા ખેડૂતોના આત્માની શાતિ માટે પાટણ નગરના નગરદેવી મહાકાળી માતાજીના મંદિરે પાટણ જિલ્લા કૉંગ્રેસ દ્વારા પ્રાર્થના કરીને શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

જેમાં પાટણ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ શંકરલાલ મોદી, ઓબીસી વિભાગના મંત્રી રણજીતસિંહ ઠાકોર, જિલ્લા કિસાન કૉંગેસ ચેરમેન ભૂરાભાઈ જોષી, ભરતભાઇ ભાટિયા, પ્રહલાદભાઈ સોલંકી. મધુભાઈ પટેલ, મુકેશ જોશી, શાંતાબેન પ્રજાપતિ સહિત કોંગ્રેસના હોદેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો