તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:પ્રજાપતિ સમાજનો સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા પર કાપ મુકાવા નિર્ણય

પાટણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાબરી,કાનુડો,ચૈત્રી ગરબા,સગાઈ, મામેરુ, લગ્ન, સીમંત અને મરણ પ્રસંગમાં ખોટા ખર્ચ પર કાપ મુકાયો

પાટણ ખાતે નરસિંહજી ભગવાનના મંદિરમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજની બેઠક મળી હતી. બેઠકમાં સામાજિક પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર કાપ મૂકવા અંગે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ સર્વાનુમતે બાબરી. હોળીમાં બાળકને પગે લગાડવું, ચૈત્રી ગરબા, કાનુડો, સગાઈ, મામેરુ, સીમંત, લગ્ન મરણ સહિતના સામાજિક પ્રસંગોમાં ખર્ચા ઉપર કાપ મૂકવા માટેનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનો ઠરાવ પણ કરાયો હતો તેવું પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. બેઠકમાં ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પ્રજાપતિ મંત્રી નીરુભાઈ, સહમંત્રી ભરતભાઈ, પ્રમોદભાઈ, યોગેશભાઈ, ભગવાનભાઈ, દશરથભાઈ, રાજેશભાઈ, શાંતિભાઈ સ્વામી અને યશપાલ સ્વામી સહિતના સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રંસગોમાં થતાં ખર્ચ પર કાપ મૂકવો જોઈએ
બાબરીનો પ્રસંગ અંબાજી કે બહુચરાજી જેવા તીર્થ સ્થાન પર ઉજવાય છે તેમાં સગા સંબંધીને લાવવા-લઇ જવાનો અને ત્યાં જમણવારનો ખર્ચ થાય છે તો આ પ્રસંગ માત્ર ઘરના 20 થી 25 સભ્યોની મર્યાદામાં ઓછા ખર્ચમાં ઊજવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હોળીમાં બાળકને પગે લગાડવાના પ્રસંગે મર્યાદિત ખર્ચમાં વ્યવહાર અને જમણવાર(ઘર ઘરમાં) કરવો જોઈએ. ચૈત્રી ગરબામાં અંદાજે બેથી 3 લાખ જેટલો ખર્ચ થાય છે આ ખર્ચમાં કાપ મુકવા માટે મ્યુઝિકલ પાર્ટીનો ખર્ચ શક્યતઃ ટાળવો, લ્હાણીના બદલે સીધો ચાંદલો કરી દેવો, માત્ર ત્રણ દિવસ જ નાસ્તો રાખવો અને નહીં રાખો તો પણ યથાર્થ ગણાશે. વળતી લ્હાણી માટીના વાસણની કે સામાન્ય કિંમતની જ કરવી. મોટો જમણવાર કરવાના બદલે ઘરની કુવાસીઓ તેમજ નજીકના સગા સંબંધીઓનો 50 થી 100 લોકોની મર્યાદામાં કરવો. કાનુડાનો પ્રસંગ પણ આ રીતે જ કરવો જોઈએ.

સિરિયલો અને ફિલ્મોની દેખાદેખી ન કરવી જોઈએ
સગાઈમાં સિરીયલો અને ફિલ્મોની દેખાદેખીથી પ્રેરાઈને માત્ર લગ્નના ફેરા સિવાય તમામ વિધિઓ અને ખર્ચની બિનજરૂરી પ્રથા ઉભી થઇ છે તે ખૂબ જ ખર્ચાળ છે. તે બંધ કરી માત્ર બંને પક્ષોના પાંચ પાંચ વ્યક્તિ એકબીજાના ઘરે જઈ ટકો આપી મોં મીઠું કરી વિધિ પૂર્ણ કરવી. મામેરામાં 500 જેટલા લોકો જતા હોય છે ફટાકડા બેન્ડવાજા ભોજનના બિનજરૂરી ખર્ચ વધ્યા છે તેના બદલે માત્ર માત્ર ઢોલ સાથે મામેરું લઈ જવું. સીમંતમાં પણ મોટો જમણવાર કરવાના બદલે માત્ર નજીકના 75 થી 100 લોકોની મર્યાદામાં જમણવાર કરવો.

સમૂહ લગ્નમાં જોડાઈ ખોટા ખર્ચ બચાવવા જોઈએ
લગ્નનો અંદાજે પાંચ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે વ્યક્તિગત ના બદલે સમાજના સમૂહ લગ્નમાં જોડાઈ લગ્નના ખર્ચમાં બચત કરી તે રકમ મહત્તમ ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ થાય તો સમૃદ્ધિ અનેક ગણી વધી જશે તેવો વિચાર વ્યક્ત કર્યો છે. જ્યારે મરણ પ્રસંગમાં જમણ વારમાં સ્વૈચ્છિક રીતે 40 વર્ષ કે તેનાથી નીચેની વયના વ્યક્તિઓ જ જમવા જાય તેવો આગ્રહ રાખો જેથી જમણવારનો ખર્ચ ઘટી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો