મુંબઈની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પાટણની પી.પી.જી.એક્ષપેરી મેન્ટલ હાઇસ્કૂલના NSS યુનિટ દ્વારા સાત દિવસીય N.S.S. વાર્ષિક શિબિરનું સંખારી ગામ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસની આ ખાસ શિબિર દરમિયાન એન.એસ.એસ. સ્વયંસેવકોની જુદી જુદી ટુકડીઓએ ગામ સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ માટે રેલી પ્રદર્શન, વ્યસનમુક્તિ અભિયાન, મફત મેડિકલ સારવાર અને નિદાન કેમ્પ, આકાશ દર્શન, અંધશ્રદ્ધા નિવારણ તેમજ શેરી નાટિકાઓનું આયોજન, ભજન સંધ્યા, જુદી - જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કેમ્પ ફાયરની વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજને પ્રેરણાત્મક અને રચનાત્મક કાર્યોની ઝલક આપી સૌ ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
એન.એસ.એસ. શિબિરના સફળ સુકાની પ્રોગ્રામ ઓફિસર ભાવેશભાઈ કે.રાવળ દ્વારા એન.એસ.એસ. સ્વયંસેવકોના જીવનમાં કઈ રીતે સફળ, સંગઠિત અને સંસ્કારી થવું તે વિષય અંતર્ગત શિબિરના કાર્યોની રચના કરવામાં આવેલ હતી. જીવન ઘડતર ચણતર અને જીવનના ઉતાર ચઢાવ સાથે સામે હસતા હસતા જિંદગીને માણવા માટે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા શાળાના તત્વચિંતક શિક્ષકો દ્વારા સુંદર જ્ઞાનની સરવાણી વ્હાવી હતી જેના થકી એન.એસ.એસ. સ્વયંસેવકો સ્વયં બીજા માટે પ્રેરણાનું પ્રતિક બની રહે, સાત દિવસ યાદગાર સંભારણું બની રહે તેવી ખાસ શિબિર ની સફળતા માટે પ્રોગ્રામ ઓફિસરે સુંદર આયોજન થકી રૂપરેખા ઘડી હતી. ગ્રામજનોના આરોગ્યની ચિંતા માટે પાટણથી તેમજ સંખારી આરોગ્ય કેન્દ્રમાંથી કુલ 11 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. પાટણના ઉત્સાહી તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશભાઈ ખુબ મહેનત કરીને મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ ખાસ શિબિરમાં ઉપસ્થિત એવા NGES કેમ્પસ ડાયરેક્ટર ડો.જે. એચ પંચોલી સર, રમેશભાઈ પટેલ ટ્રસ્ટી નૂતન વિદ્યાલય સંખારી, તલાટી હિરલબેન પટેલ, ડેલિકેટ સોહનભાઈ પટેલ, શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, યજમાન શાળાના આચાર્ય જયંતીભાઈ પટેલ શાળાના સ્ટાફ મિત્રો ગામમાંથી વિશેષ ઉપસ્થિત વડીલ ગણ અમારી શાળાના સુપરવાઇઝરઓ અને શાળાના શિક્ષક ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ખાસ શિબિરને સફળ બનાવવા રાષ્ટ્રીય સેવા યોજના ના સ્વયંસેવકોની ટીમ, ઉત્સાહી પ્રોગ્રામ ઓફિસર ભાવેશભાઈ રાવળ શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર યજમાનશાળા નુતન વિદ્યાલય સંખારીના સમગ્ર સ્ટાફગણ પી.પી.જી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના શાળા પરિવારના સૌ સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભારે જહેમત ઉઠાવી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.