વીજ કાપ:પાટણ ત્રણ દરવાજા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેતા રહીશો પરેશાન

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંઈબાબા મંદિર રોડ સુધી 24 કલાક વીજ કાપથી અંધારપટ
  • ​​​​​​​જીઈબી દ્વારા કામગીરી માટે વિસ્તારમાં વીજ પુરવઠાનો કાપ મુકતાં કામો અટવાયાં

પાટણ શહેરના ત્રણ દરવાજાથી સાંઈબાબા મંદિર રોડ સુધીના વિવિધ રહેણાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતાં લાઇટના અભાવે લોકો ઘરમાં મુશ્કેલીમાં મુકાયા હતા. તો શનિવારની રાત્રિથી જ લાઈટોના હોઈ અંધારપટમાં વહેલી સવારથી લઈ દિવસ પર મોબાઇલના ચાર્જિંગથી લઇ અન્ય વીજ ઉપકરણો બંધ રહેતા લોકોના કામો અટવાઇ પડયા હતા.

રવિવારનો રજાનો દિવસ હોવા છતાં ઘરમાં લાઈટો ના હોઈ સમય પસાર કરવો ભારે પડ્યો હતો. ત્યારે આ બાબતે રહીશો દ્વારા વીજ સબ સ્ટેશનમાં ઝડપથી વીજળી પુરવઠો શરૂ થાય તે બાબતે ટેલિફોનિક પણ જાણ કરાઇ હતી. રવિવારે મોડી સાંજે ફરી લાઈટ શરૂ થતા વિસ્તારની સોસાયટીઓના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...