તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ મુલતવી:આરોગ્ય મંત્રી સાથે બેઠક બાદ ઇન-સર્વિસ તબીબોની હડતાળ મુલતવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે 8 જુલાઇએ ફરીથી બેઠક બાદ નિર્ણય કરાશે

ઇન-સર્વિસ તબીબોએ પડતર માંગણીઓને લઇને હડતાળ શરૂ કરતાં આરોગ્ય મંત્રીએ તબીબોના પ્રતિનિધિમંડળ સાથે શુક્રવારે સાંજે બોઠક કરી ત્રણ કલાકની મંત્રણા બાદ 8 જુલાઇએ ફરી મળવાની અને હકારાત્મક વલણ રાખવાની હૈયાધારણ આપતાં તબીબોએ હડતાળ મુલતવી રાખી 8 જૂલાઇ સુધી રાહ જોવાનો નિર્ણય લીધો હતો.આરોગ્યમંત્રીએ વાટાઘાટો માટે બોલાવતા તબીબોનું પ્રતિનિધિમંડળ શુક્રવારે સાંજે મળવા જતાં માગણીઓ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી જેમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે સમય માગી 8 જુલાઇએ ફરીથી મળવાનું કહેતા ઇન સર્વિસ તબીબોએ શુક્રવારથી શરૂ થયેલ હડતાળ 8 જૂલાઇ સુધી મુલત્વી રાખવા નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...