તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલાવ:અનુસ્નાતક સેમ.1ના છાત્રોએ ઉત્તરવહીના બદલે ઓએમઆર સિટમાં જવાબો આપ્યાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ. યુનિવર્સિટીમાં પ્રથમવાર એમસીક્યુ પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવાઈ
  • ઓનલાઈનમાં ટેકનિકલ ખામીના કારણે નાપાસ છાત્રોની એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવાઈ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક સેમેસ્ટર 1ના વિવિધ 11 અભ્યાસક્રમોની ઓનલાઈન પરીક્ષામાં નપાસ છાત્રોને ઓફલાઈન પરીક્ષા આપવા માટે તક આપવામાં આવી હતી. જે અનુસંધાને 23 ઓગસ્ટથી આ વિદ્યાર્થીઓની એમસીક્યુ પદ્ધતિથી ઓ.એમ.આર આન્સર કીમાં જવાબ લખવાની પદ્ધતિથી પરીક્ષા લેવાની શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના 35 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ઓફલાઈન પરીક્ષા ઓ.એમ.આર સીટમાં જવાબ લખવાની પદ્ધતિથી પરીક્ષા લેવાઈ છે.

ટેક્નિકલ ખામીના કારણે પરીક્ષા ન આપી શકતા નપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની બીજી તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત 23 ઓગસ્ટથી એમ.એ, એમ.કોમ, એમ આર એસ, એમ એસ ડબલ્યુ, એમએડ, બીએડ, સ્પેશિયલ બીએડ, pgdca, જર્નલિઝમ જેવી 11 અભ્યાસની પરીક્ષાઓ એમ.સી.ક્યુ પદ્ધતિ (વિકલ્પ) ના પ્રશ્નોવાળા પ્રશ્નપત્ર આપી તેના જવાબો ઉત્તરવહીમાં રાખવાના બદલે (જાહેર પરીક્ષાઓમાં જવાબ લખવા માટે ઉપયોગમાં લેવાતી) ઓ.એમ.આર આન્સર કી સીટમાં લખવા આપી છે.

પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા એમ.સી.કયુ પદ્ધતિની સાથે ઓ.એમ.આર આન્સર કી સીટમાં જવાબ લખવાવાળી પરીક્ષા આપી છે. કુલ 70 ગુણ ના પ્રશ્નપત્રમાં 50 વિકલ્પ પૈકી 35 પ્રશ્નો જ લખવાના હતા. દરેક ગુણના બે ગુણ આપ્યા હતા.

2500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં પ્રથમવાર આ રીતે એમસીક્યુ વાળી ઓફલાઇન પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ જવાબો ઉત્તરવહીના બદલે omr સિટમાં લખી રહ્યા છે. 11 અભ્યાસક્રમના સેમ 1માં 2500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાર્થી પટેલ આશિષ જણાવ્યું હતું કે પરીક્ષામાં વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ omr સીટમાં લખવાના હતાં.

જાહેર પરીક્ષા આપતા હોય તેવો અનુભવ થયો હતો. પ્રશ્નો થોડા અટપટા અને અઘરા હતા. પરંતુ સામે વિકલ્પમાં જવાબ હોય લખવામાં સરળતા રહી હતી. ઉત્તરવહીમાં 2 ગુણના શબ્દોમાં જવાબ 10 લિટીમાં આપતા અહીંયા omr સીટમાં એક રાઉન્ડ કરતા બે ગુણ મળી જશે. વિકલ્પમાં જવાબ આપવાની પદ્ધતિ ખૂબ જ સરળ લાગી છે.

અન્ય સમાચારો પણ છે...