વર્ષ 2020 એટલે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં પાટણ તાલુકા કલણા ગામે પિયર ધરાવતી અને મહેસાણા તાલુકાના ખેરવા ગામે પરણાવેલી ભાવનાબેન કરશનભાઈ ઠાકોર નામની મહિલા કે જેને બે દિકરીઓ છે જે સુરત કતારગામ વિસ્તારમાં તબેલામાં મજુરી કામ કરતી હતી તેને આજ તબેલામાં કામ કરતાં મૂળ કાંકરેજ તાલુકાના દેવપુરા ગામે રહેતા પરણીત કનુભાઈ તળજાભાઈ રબારી સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને જણા સાથે રહેવાનાં કોલ સાથે ત્રણ વર્ષ પહેલા સુરત કતારગામ થી ફરાર થયાં હતાં
જે બાબતે મહિલાનાં પતિ કરશનજી ઠાકોર દ્વારા કતારગામ પોલીસ મથકે પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તો સામે કનુભાઈ રબારી પણ ગુમ થયાની તેમનાં સગા સંબંધીઓ દ્વારા કતારગામ પોલીસ મથકે જ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે બન્ને બન્ને સાથે ભાગ્યા હોવાની શંકા વ્યક્ત કરી બન્ને શોધવા માટે નાં ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ બે વર્ષ ની શોધખોળ દરમિયાન પણ બન્ને માંથી કોઈ નો પત્તો ન મળતા અને પોલીસ તપાસ સામે મહિલાનાં પતિએ શંકા વ્યક્ત કરી આ મામલે એક વર્ષ અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટે માં સી આર એન એ 62/74/20 થી રીટ દાખલ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ એચ ટી યુ ને તપાસ સોંપવામાં આવતાં તે તપાસ બાદમાં ડીવાયએસપી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સુરત ને સોંપવામાં આવી હતી.
સી આઈ ડી ક્રાઈમ બ્રાન્ચ ટીમે છેલ્લા એક વર્ષ માં ઉપરોક્ત બન્ને શોધી કાઢવા એડી ચોટીનું જોર લગાવી ચકો ગતિમાન કરી સમગ્ર ગુજરાત સહિત ભારતભર માંથી મળતી બિન વારસી લાશોની તપાસ, ભારતભરમાં કોવિડ વેક્સિંન લેનારાં વ્યક્તિ ઓની યાદીની તપાસ, છેલ્લા બે વર્ષ માં તાજા જન્મેલા બાળકો નાં માતા પિતા ની યાદીની તપાસ, તમામ બેંકોના બેંક ખાતાંઓની તપાસ,ભીમ એપ,ફોન પે જેવી ટેકનોલોજી ની તપાસ, ગુજરાત ની તમામ હોટલો,બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, તમામ પ્રકારનાં તબેલાઓ, સહકારી દુધ મંડળીઓ સહિત ભાગી છુટેલા મહિલા પુરૂષ નાં સગા સંબંધીઓ સ્નેહીજનો સાથે મિત્રો ને ત્યાં તપાસ હાથ ધરવા છતાં બન્ને માંથી એક પણ ની આજદિન સુધી ભાળ ન મળતાં આખરે ઉપરોક્ત બન્ને ની ભાળ મેળવવા સુરત સી આઈ ડી ક્રાઈમ બ્રાન્ચે રૂ.25000/- નું ઈનામ જાહેર કરી ભાગી છુટેલા મહિલા અને પુરુષ નાં ફોટા સાથે નાં પેમ્પલેટો તૈયાર કરી દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વના સ્થળે લગાવી ઉપરોક્ત બન્ને ઝડપી લેવા આખરી પ્રયત્નો હાથ ધયૉ હોવાની સાથે શનિવારના રોજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા માં પણ બન્ને ફોટા વાળા પેમ્પલેટ લગાવવાની સ્થાનિક પોલીસ ને સાથે રાખી ને કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ નાં પીએસઆઇ ચૌહાણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.