• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Post Graduate Colleges Affiliated To The University Can Now Register Online For Admission Process Details Till September 23.

મુદતમાં વધારો:યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કોલેજો હવે 23 સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રકિયાની વિગતો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી દ્વારા 10 સપ્ટેમ્બર સુધી સમય મર્યાદામાં વધારો કરી 23 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરવાની તારીખ 13 દિવસ લંબાવવામાં આવી છે.હવે અનુસ્નાતકની સંલગ્ન કોલેજો 23 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો તેમજ સંલગ્ન કોલેજોના સંચાલકોને યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરી જાણ કરવામાં આવી છે. કે વર્ષ 202-23 માં કેન્દ્રીય પ્રવેશ કાર્યવાહી કરવામાં આવે છે. તે સિવાયના સ્નાતક પછીના અભ્યાસક્રમોમાં પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશની કાર્યવાહી પૂર્ણ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર નિયત કરવામાં આવી હતી.

પરંતુ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન ના કરી શકનાર કોલેજો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટેની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં હવે આગામી 23 સપ્ટેમ્બર સુધી કોલેજોએ પ્રવેશ પ્રક્રિયા ની વિગતો વિદ્યાર્થી દીઠ લેટ ફી સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની રહેશે. ઉપરાંત 27 સપ્ટેમ્બર સુધીમાં સંબંધીત ડોક્યુમેન્ટ્સ ચલણની નકલ અને વિદ્યાર્થીઓની યાદી યુનિવર્સિટીમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેવી જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...