રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રવિવારના રોજ રાધનપુર તાલુકાના પોરાણા ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો છેલ્લા 40 વર્ષથી પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા વિધિવત રીતે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ધારસભ્ય રઘુ દેસાઈએ નવો બોર બનાવવા 3 લાખ રોકડા આપ્યા હતા.
40 વર્ષથી પાણીની મુશ્કેલી
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં દર ઉનાળામાં સજૉતી પાણીની સમસ્યાનો ભાજપના રાજકીય આગેવાનો દ્વારા નિવેડો નહી લવાતા છેલ્લા 40 વષૅથી પાણી માટે મુશ્કેલી ભોગવી રહેલા રાધનપુર તાલુકાના પોરાણા ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનોએ રવિવારનાં રોજ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો પંજો પકડતાં રાધનપુર ભાજપમાં રાજકીય ગાબડું પડતાં સનસનાટી મચી જવા પામી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં જીતવા આહવાહન
આ પ્રસંગે ઠાકોર સમાજ અને સેનાનાં આગેવાનો, કાયૅકરો સહિત અન્ય સમાજના આગેવાનો યુવાનો પણ રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતમાં કોંગ્રેસમાં પ્રવેશતા તમામ આગેવાનો અને કાર્યકરોને ધારાસભ્ય રઘુ દેસાઈએ ખેસ પહેરાવી કોંગ્રેસ પાર્ટીમાં આવકારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો પંજો છવાઈ તે માટે આહ્વાન કર્યું હતું. જ્યારે ધારસભ્યે નવો બોર બનાવવા 3 લાખ રોકડા આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.