વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં:પાટણની સરકારી કુમાર છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન, વિદ્યાર્થીઓ બે દિવસથી ભૂખ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલ સરકારી કુમાર છાત્રાલય હલકી ગુણવત્તાનું ભોજન આપવાના કારણે ધોરણ 9 થી કોલેજ સુધી ના 50 જેટલા વિદ્યાર્થીઓ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે આ વિધાર્થીઓ ગઈ કાલે સવારથી જમ્યા વિના ભૂખ્યા છાત્રાલય પરિસરમાં બેઠા છે. ત્યારે આ વિધાર્થીઓ દ્વારા વારંવાર રજુવાત છતાંય કોઈ સાંભળતું ના હોવાથી આવે વિધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે જો વિદ્યાર્થીઓની રજુવાત સાંભળવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે.

દૂધ ગરમ પણ કરતા નથી
આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા લેખિત અરજી પણ આપવામાં આવી છે કે રસોડાની સાફ સફાઈ બરાબર થતી નથી અને સાવ હલકી ગુણવંત્તા વાળુ જમવાનું આપવામાં આવે છે..છાત્રાલય ના વિદ્યાર્થી સ્વાસ્થ્ય સાથે કર્મચારીઓ ચેડાં કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું કે, હાલમાં લમ્પી વાઇરસ એક જીવલેણ રોગ ગાયોને થયો છે અને અમને રોજ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. આ દૂધ ગરમ પણ કરતા નથી અને પાણી નાખીને આપે છે અને રસોડાની સાફ-સફાઈ થતી નથી અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે સરકારી છાત્રાલયના કર્મચારીઓને લીધે 50 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે જો ન્યાય નહીં મળે તો અમે ધરણા ઉપર ઉતરીશું રેલી કાઢશું અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...