તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોન્સૂનનું આગમન:વડાલીમાં પોણો,વડગામમાં અડધો ઈંચ વરસાદ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં વરસાદી ઝાપટાં બાદ વાતાવરણમાં અસહ્ય બફારો વધતાં લોકો હેરાન

પાટણ શહેર સહીત જિલ્લામાં મોન્સૂનનું આગમન થઇ ગયું હોઈ ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે છેલ્લા સપ્તાહથી વાતવરણમાં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે.બુધવારે બપોર શહેરમાં અચાનક પુરઝડપે વરસાદી ઝાપટું પડયું હતું.ગણતરીની મિનિટોમાં ઝાપટું આવીને જતું રહ્યું હતું.ત્યારે ઝાપટા બાદ ફરી વાતાવરણમાં ભારે બફારો થતા અસહ્ય ગરમીને લઇ લોકો બફારાથી અકળાતા જોવા મળ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં 20 જુન પછી ચોમાસાની રૂતુનો પ્રારંભ થતો હોય છે. જે પહેલા બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયુ છે. જ્યાં મંગળવારે રાત્રે પાલનપુર તાલુકાના વાસણ, વાસણા (જ) સહિતના વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. અંબાજીમાં ભારે વરસાદી ઝાપટું પડતાં માર્ગ ઉપર પાણી રેલાયા હતા. દરમિયાન બુધવારે સાંજના સુમારે વડગામપંથકમાં વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો.

વડગામમાં સાંજે 4થી 6ના સમય દરમિયાન 12 મી. મી. વરસાદ નોંધાયો હતો. દરમિયાન આગામી બે દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વડાલીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે મહેસાણાના જોટાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

48 કલાકની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં તા.17 અને 18 જૂને છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, વરસાદ સાથે ભારે ગાજવીજ થવાની શક્યતા છે. આગામી 48 કલાક સુધી કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે.

ક્યાં કેટલો વરસાદ

તાલુકોવરસાદ
વડાલી16 મીમી
વડગામ14 મીમી
જોટાણા12 મીમી
પ્રાંતિજ10 મીમી
ઊંઝા04 મીમી
ખેડબ્રહ્મા04 મીમી
ખેરાલુ02 મીમી

હિંમતનગર

02 મીમી
ઇડર02 મીમી

મહેસાણા

01 મીમી
અન્ય સમાચારો પણ છે...