ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:પાટણ જિલ્લામાં 157 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું શાતિપૂર્ણ માહોલમાં મતદાન થયું, સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 77.89 ટકા મતદાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • જિલ્લામાં 417 મતદાન મથકો પર 3.97 લાખ મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે

પાટણ જિલ્લામાં 157 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં કુલ 177 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને 25 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી મળી કુલ 202 ગામ પંચાયતમાં કુલ 184 સરપંચ અને 1509 વોર્ડના સભ્યની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 22 સમરસ અને પેટા ચૂંટણીમાં બિનહરીફ થતા હવે 157 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ હતી.

જિલ્લામાં 157 ગામ પંચાયતમાં રવિવારે સવારે સાત વાગ્યાથી ઉત્સાહભેર 417 મતદાન મથકો પર મતદારોએ શાંતિર્પૂણ માહોલમાં મતદાન કર્યુ હતું. ગામના સરપંચ અને વોર્ડના સભ્યોને મતદાન આપવા માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના પર્વને મનાવ્યો હતો. દિવસ ભર જિલ્લાના ચૂંટણી વાળા ગામોમાં ઉમેદવારો વધુમાં વધુ મતદાન થાય તે માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં એક પણ વિવાદ કે વિખવાદ તેમજ મારામારીના બનાવો વગર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.

જિલ્લામાં 157 સરપંચ માટે 463 ઉમેદવાર અને 422 સભ્યો માટે 968 ઉમેદવારો મેદાને છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 77.89 ટકા મતદાન થયું છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

જિલ્લામાં ફાળવેલ 417 મતદાન મથકો પર આજે 3.97 લાખ મતદારો ગુલાબી તેમજ સફેદ બેલેટ પેપર ઉપર ભૂરા એરોક્રોસની મહોરથી ભાવિ નક્કી કરશે. મતદાન મથકો પર કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

અન્ય સમાચારો પણ છે...