તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બહિષ્કારની ચીમકી:પાટણની સોસાયટીઓમાં રાજકીય પક્ષોને સમસ્યા હલ ન થાય ત્યાં સુધી પ્રવેશ બંધીના બેનરો માર્યા

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં પાલિકાની ભૂગર્ભ ગટર ચોકપ હોઈ તેમજ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી રહીશો પરેશાન

પાટણ શહેરની કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં 26 જેટલી સોસાયટીઓ આવેલ છે ત્યારે આ વિસ્તારમાં વર્ષોથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા હલ કરવામાં ન આવી હોઈ 6થી વધુ સોસાયટીના રહીશો દ્વારા સમસ્યાનું કાયમી નિરાકરણની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહીશોએ પ્રવેશ બંધીના બેનરો માર્યા છે.

શહેરમાં લીલીવાડી જવાના રસ્તા પર આવેલ કર્મભૂમિ સોસાયટી બહાર પાલિકાની ભૂગર્ભ ગટર ચોકપ હોઈ તેમજ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી વિસ્તારની 26 સોસાયટીના એક હજાર જેટલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.ત્યારે ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી ભરાઈ જતા આસપાસ વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોઈ રહીશોને રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.આ બાબતે છેલ્લા ઘણ સમયથી રહીશો દ્વારા પાલિકા હલ્લાબોલ ,આવેદન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા સમસ્યા હલ માટે આયોજન પણ કરાયું હતું.છતાં તેનું કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.ત્યારે મંગળવારે રહીશો એકત્ર થઇ સત્તાપક્ષના તમામ સદસ્યો સામે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવી સત્વરે વિસ્તારની સમસ્યા હલ કરવામાં આવે નહીં તો પાલિકાની ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષ વિસ્તારોમાં મત માટે પ્રચાર કરવા ન આવે તેવી ચીમકીઓ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

વિસ્તારની સોસાયટીઓમાં પ્રવેશ બંધીના બેનરો માર્યા કર્મભૂમિ સોસાયટી,શીશ બંગલોંગ,સહિતની આસપાસની 26 પૈકી 6થી વધુ સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો મારી રાજકીય પક્ષોને સમસ્યા હલ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન કરવો માટેની ચીમકીઓ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો