તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાણસ્મા અને હારિજમાં ત્રણ સ્થળેથી 20 શકુનિ ઝબ્બે, પોલીસે રોકડ, 9 મોબાઇલ, બાઇક સહિત રૂ.89320 મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ચાણસ્મા અને હારિજમાં ત્રણ સ્થળે પોલીસે રેડ કરી જુગાર રમતાં 20 શકુનિને રોકડ રૂ.31820, 9 મોબાઇલ, બાઇક સહિત કુલ રૂ.89320 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધાયો હતો. ચાણસ્મા શહેરમાં ફેક્ટરીની જગ્યામાં સોમવારે સાંજે હારજીતનો જુગાર 5 જુગારીને રોકડ રૂ.11380 સાથે ઝડપી પાડ્યા હતા.

જ્યારે હારિજના જાળાવાળી ચાલીમાં સોમવારે વરલી મટકાનો જુગાર રમતા 7 શખ્સોે રોકડ રૂ.3420 તેમજ 4 મોબાઇલ મળી કુલ રૂ.20420 સાથે ઝડપાયા હતા અને હારિજની બંધ રામદેવ મીલમાં ખુલ્લામાં જુગાર રમતાં 3 શખ્સો રોકડ રૂ.13240 તેમજ 3 મોબાઇલ, બાઇક મળી કુલ રૂ.48240ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.જ્યારે હારિજના રૂગનાથપુરા ગામની સીમમાં રવિવારે રાત્રે જુગાર રમતાં 5 શખ્સો રોકડ રૂ.3780 તથા 2 મોબાઇલમળી કુલ રૂ.9280 સાથે ઝડપાયા હતા.

જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
ચાણસ્મા :- પટેલ પરેશકુમાર વિષ્ણુભાઇ, પટેલ પ્રકાશકુમાર જીવણભાઇ, સથવારા વિપુલભાઇ માધાભાઇ, ઠાકોર બાલાજી ફતાજી અને ઠાકોર વિષ્ણુજી ફતાજી રહે.તમામ ચાણસ્મા
હારિજ જાળાવાળી :- શેખ મુસ્તકી મકાદરભાઇ મહંમદભાઇ, પટેલ ધર્મેન્દ્રકુમાર બાબુલાલ , વાઘેલા શંકરજી ભેમાજી , વાઘેલા પ્રકાશસિંહ બાબુજી, ઠકકર મુન્નાભાઇ, રાઉમા સાહીલ અને મહારાજ માનભાઇ રહે. તમામ હારીજ
હારિજની બંધ રામદેવ મીલમાં ખુલ્લામાં :- પ્રજાપતિ મહેશભાઇ નરોત્તમભાઇ, પ્રજાપતિ દિપકભાઇ કાન્તીલાલ, કુંભાર સુલતાનભાઇ ઇબ્રાહીમભાઇ રહે.તમામ હારીજ
હારિજ રૂગનાથપુરા :- ઠાકોર દિલીપજી કાન્તીજી, ભરવાડ વિહાભાઇ રાજાભાઇ , ઠાકોર વિષ્ણુભાઇ વશરામભાઇ, ભરવાડ લોજાભાઇ મફાભાઇ અને ઠાકોર ટીનાજી કરશનજી રાયચંદજી રહે.તમામ રૂગનાથપુરા

અન્ય સમાચારો પણ છે...