તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવેશ ઝિલિયાના ઘરમાં પોલીસે છાપો મારી પિસ્તોલ અને કારતૂસ કબજે લીધા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દીકરા અને પિતા સામે આર્મ એક્ટ હેઠળ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ

ચાણસ્મા તાલુકાના ઝિલિયા ગામના ભાવેશ બળદેવભાઈ દેસાઈ અને તેનો ભાઈ ભાર્ગવ બળદેવભાઈ દેસાઈએ રૂ. 30 હજારની પીસ્ટલ અને રૂ. 2400ના 24 કારટીસ ગેરકાયદે રીતે રાખેલા હતા. તે બંને શખ્સોની ગેરહાજરીમાં તેમના પિતા બળદેવભાઈ કરમશીભાઈ દેસાઈએ તેમના રહેણાંક મકાનમા પિસ્તોલ અને કારટીસ સંતાડીને રાખ્યા હોવાથી પોલીસે તેમના ઘરમાં છાપો મારી હથિયાર સાથે બળદેવભાઈ કમશીભાઇ દેસાઈને પકડી લઈ ચાણસ્મા પોલીસ મથકે બળદેવભાઈ દેસાઈ, ભાવેશ દેસાઇ અને ભાર્ગવ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...